Connect Gujarat
ગુજરાત

રાજકોટ મહાનગર પાલિકાનુ રૂ. 2537 કરોડનુ બજેટ મંજુર

રાજકોટ મહાનગર પાલિકાનુ રૂ. 2537 કરોડનુ બજેટ મંજુર
X

રાજકોટ મહાનગર પાલિકાનું રૂ 2537 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે.જેમાં કરબોજ અને મિલ્કત વેરો કાર્પેટ બેઈઝને રદ કરવામાં આવ્યા.

રાજકોટ મહાપાલિકાનુ ડ્રાફટ બજેટ ગત અઠવાડિયે રજુ કરવામાં આવ્યુ હતુ જેમાં કરબોજ નાખવાની સાથે મિલ્કત વેરો કાર્પેટ બેઈઝ કરવાનુ પણ સુચન કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અઠવાડિયા જેટલો સમય લઈને તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં આ બંને સૂચનોને ફગાવી દઈને વર્ષ 2017-18નું બજેટ ‘સર્વાનુમતે’ મંજૂર કરવામાં આવ્યું હતું.

નોટબંધી બાદ આવેલી મંદીથી પીડાતાં પ્રજાજનોના ઘા ઉપર કરબોજનો ડોઝ નાખવાના બદલે કરબોજ કેન્સલ કરીને રાહત આપવામાં આવી છે. કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ નળ કનેક્શનમાં પાણીવેરામાં કમિશનરે સુચવેલો વધારો તેમજ વાહનવેરો અને ગાર્બેજ વેરામાં સુચવેલો વધારો પણ સ્ટેન્ડિંગ કમિટીએ રદ્દ કરી નાખ્યો છે.

આ ઉપરાંત મંજૂર કરેલી અન્ય મહત્વપૂર્ણ જોગવાઈમાં મિલકતવેરામાં વ્યાજમાફીની સ્કીમ ‘વન ટાઈમ સેટલમેન્ટ યોજના’ના નામથી લાગુ કરવામાં આવી છે. એકંદરે ‘કાબિલ’ કોમનમેન પર સુચવાયેલો કરબોજ રદ કરાયો છે અને વ્યાજમાફીની સ્કીમને આવકારવામાં આવી છે. તેમજ કમિશનરે સુચવેલા બજેટના કદમાં રૂ.18 કરોડનો વધારો કરાયો છે અને તેની સામે નવી 18 યોજનાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે.

Next Story