Connect Gujarat
ગુજરાત

રાજકોટ: યુવતીનુ સાંણદના યુવકે ઇન્સ્ટાગ્રામ હેક કરી 25 હજારમાં વહેંચવા કાઢ્યું

રાજકોટ: યુવતીનુ સાંણદના યુવકે ઇન્સ્ટાગ્રામ હેક કરી 25 હજારમાં વહેંચવા કાઢ્યું
X

રાજકોટમાં દિવસે અને દિવસે સાયબર ક્રાઇમ સામે આવતા જઇ રહ્યા છે. ત્યારે કૌશાબેન ઝલવાડિયા નામક યુવતી એ પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અજાણ્યા શખ્સ દ્વારા હેક કરાયા હોવાની ફરિયાદ રાજકોટ સાયબર ક્રાઇમમાં નોંધાવી હતી.

કૌશાબેને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે ઇન્સ્ટાગ્રામમાં પોતાના ફોલોઅર્સ વધારે હોય જેથી સાણંદના શખ્સે તેને હેક કરી 20થી 25માં વેચવા કાઢ્યું છે. જે ફરિયાદ બાદ તાત્કાલિક અસરથી રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે સાણંદના કુલદીપસિંહ વાઘેલા નામના 20 વર્ષીય યુવકની ધરપકડ કરી છે.

પોલીસે પૂછપરછ કરતા આરોપી કુલદીપે જણાવ્યું હતું કે પોતે બી.એ..ના દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરે છે. કૌશાબેનના ઇન્સ્ટાગ્રામ પર વધુ ફોલોઅર્સ હોય જેથી ઝેડ શેડો ઇન્ફો નામની એપ્લીકેશનના માધ્યમથી લિંક ક્રિએટ કરી કૌશાબેનના ઇન્સ્ટાગ્રામ પર તે લિંક મોકલી યુઝર આઇડી અને પાસવર્ડ મેળવી એકાઉન્ટ હેક કર્યું હતું. ત્યારે હેક કરેલા આઇડીના ફોલોઅર્સ 1 લાખ 70 હજાર હોય જેથી તે વેંચવા માટે 20થી 25 હજારનો ભાવ નક્કી કર્યો હતો. ત્યારે પોલીસે કુલદીપસિંહના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે કે આ ગુનાના કામમાં વધુ કોઈ સહઆરોપી છે કે કેમ તે અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી છે

Next Story