Connect Gujarat
ગુજરાત

રાજકોટ : સોનુ ઓલ ટાઈમ હાઈ, છેલ્લા ૩ મહિનામા સોનામા ૧૦ ગ્રામે થયો ૭૦૪૩ રૂપિયાનો વધારો

રાજકોટ : સોનુ ઓલ ટાઈમ હાઈ, છેલ્લા ૩ મહિનામા સોનામા ૧૦ ગ્રામે થયો ૭૦૪૩ રૂપિયાનો વધારો
X

રાજકોટના સોના ચાંદીના દાગીનાની ડીઝાઈન ભારત ભરમા વખણાઈ છે. જે નકશી કામ રાજકોટમા થાય છે તેવુ નકશી કામ ભારત ભરમા ક્યાંય પણ નથી થતુ તેવી એક વાત પ્રચલિત છે. ત્યારે એક સમય હતો જયારે રાજકોટની સોની બજારમા લોકો સાતમ આઠમના તહેવાર પહેલા પુષ્કળ સોનુ ખરીદતા હતા. પરંતુ છેલ્લા બે મહિનાથી રાજકોટની સોની બજારમા મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આખરે સોનાના ભાવમા વધારા ના શું છે કારણો?

  • રોકાણકારો પાસે વિકલ્પનો અભાવ
  • શેરબજારમા મંદી
  • વ્યાપાર ધંધામા મંદી
  • રીયાલીટી માર્કેટમા મંદી
  • અમેરીકામા ફેડરલે બેંકે ફેડ રેટ ઘટાડયો
  • આરબી આઈ દ્વારા .૩5ટકા રેપોરેટ ઘટાડયો
  • કેન્દ્ર સરકારે બજેટમા સોનાની આયાત ડયુટીમા કર્યો 2.5ટકાનો વધારો
  • મોટા રોકાણકારો માટે સલામત રોકાણનો એક વિકલ્પ માત્ર અને માત્ર સોનુ છે
  • વૈશ્વિક અને ઘરેલુ બજારમા રોકાણકારોની સોનુ પસંદગી બની
  • વૈશ્વિક અને ઘરેલુ સ્તરે સોનાની ડિમાન્ડ ઉતરોતર થઈ રહેલી વધારો

છેલ્લા ૩ મહિનામા સોનામા ૧૦ ગ્રામે થયો ૭૦૪૩ રૂપિયાનો વધારો

છેલ્લા ત્રણ મહિનામા સોનાના ભાવમા ૭૦૪૩ રૂપિયાનો તોતીંગ વધારો થયો છે. આજે 27 ઓગસ્ટ 2019 છે. રાજકોટમા આજનો ભાવ ૩૯૭૪૩ રૂપિયા છે. 27 મે 2019 એટલે કે બરાબર ત્રણ મહિનામા પહેલા રાજકોટમા 24 કેરેટ સોનાનો ભાવ ૩2700 રૂપિયા હતો. ત્યારે સોનાના ભાવમા ધરખમ વધારો થતા વેપારીઓ એ પણ નવરા બેસવાનો વારો આવ્યો છે. જુનમા વેપાર ધંધામા જે તેજી હતી તે આજે માત્ર 25 ટકા સોનાની ખપત રહી ચુકી છે. તો સાથે જ વેપારીઓનુ કહેવુ છે કે હાલ મધ્યમવર્ગી લગ્નપ્રસંગે માત્ર શુકન પુરતુ જ સોનુ ખરીદી રહ્યા છે.

મહિલાઓ લગ્ન પ્રસંગે પણ ખરીદી રહ્યા છે ઓછુ સોનુ

તો બિજી તરફ સાતમ આઠમનુ મિની વેકેશન પુર્ણ થઈ ગયુ હોવા છતા પણ બજારમા મંદીનો માહોલ જ દેખાઈ રહ્યો છે. ત્યારે હાલ ગણયા ગાઠયા ગ્રાહકો જ સોની બજારમા દેખાઈ રહ્યા છે. ત્યારે જે ગ્રાહકો હાલ સોની બજારમા આવી રહ્યા છે તે પણ સોનુ ખરીદવુ કે નહી તેની મુંઝવણ અનુભવી રહ્યા છે. તો સાથે જ ગ્રાહકો પોતે પણ જણાવ્યા રહ્યા છે કે હાલની ભાવ વધારાની સ્થિતીમા સોનુ લેવા કરતા વહેંચવામા વધારે ફાયદો છે. ત્યારે હાલ મધ્યમવર્ગીઓ સોનાથી દુર ભાગી રહ્યા છે. જેના કારણે નાના સોની વેપારીઓ મંદીના માહોલમા સપડાયા છે. ત્યારે સોની બજારમાથી મંદિ ક્યારે દુર થશે તે જોવુ રહ્યું.

Next Story