Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં GSTના વિરોધમાં 27 થી 29 જુન સુધી કાપડ બજારોની હડતાળ

રાજ્યમાં GSTના વિરોધમાં 27 થી 29 જુન સુધી કાપડ બજારોની હડતાળ
X

GST ના વિરોધમાં ગુજરાતના તમામ કાપડ બજાર અને ફર્નિચર બજારો સજ્જડ બંધ રહ્યાં હતા,જયારે તા.27, 28, 29 જુને દેશના કાપડ બજારોએ બંધની જાહેરાત કરી છે, આ બંધ દરમિયાન અમદાવાદમાં ન્યુ ક્લોથ મોર્કેટના મસ્કતી મહાજન હોલમાં રાજ્યભરના કાપડના વેપારીઓ એકઠા થઈને કાળા કાયદાનો વિરોધ કરશે,એટલું જ નહીં મસ્કતી મહાજન હોલમાં ગુજરાતના તમામ ધારાસભ્યો કોર્પોરેટરો અને સાંસદ સભ્યોને હાજર રહીને વેપારીઓની માંગણીઓને ટેકો આપવા અપીલ કરાઈ છે. તો બીજી તરફ જીએસટી લડત સમિતિએ તા.29 જુને ગુજરાતમાં વેપાર ધંધા બંધની જાહેરાત કરી છે.

મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગોરાંગ ભગતે જણાવ્યું કે ત્રણ દિવસની હડતાળથી ગુજરાત કાપડ બજારનો 10 હજાર કરોડનો ધંધો ઠપ્પ થઈ જશે,હાલ કોઈ માલનું વેચાણ કરાતું નથી, મોટી ઇન્ડસ્ટ્રીઝ અને ટેક્ષટાઇલ પ્રોસેસ હાઉસોમાંથી કાચો માલ અને તૈયાર માલ પાછો ખેંચી લીધો છે,નવા બીલો બનતા નથી, જુના બીલો વેટ કાયદા હેઠળના બનાવીને પછી જીએસટીના નવા કાયદામાં કેવી રીતે વસુલાત કરવી તેની મુંઝવણ છે, ફર્નિચર બનાવનાર કારીગરોને મજૂરી કેવી રીતે આપવી તે મોટો પ્રશ્ન છે.

કાપડ બજારની હડતાળમાં હાથ લારી મંડળ એબ્રોડરી ગાંસડી પેકીંગ મંડળ , ડીલીવરી કરતા તમામ એસોસીએશને ટેકો જાહેર કરીને ત્રણ દિવસની હડતાળ દરમિયાન ડિલિવરી સ્ટોપ કરવાનો નિર્ણય કર્યો છે.

Next Story