Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં SSC બોર્ડમાં જૂનાગઢનું ખોરાસા કેન્દ્ર 96 ટકા સાથે પ્રથમ

રાજ્યમાં SSC બોર્ડમાં જૂનાગઢનું ખોરાસા કેન્દ્ર 96 ટકા સાથે પ્રથમ
X

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો. 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધો.10નું રાજ્યનું 67.50 ટકા પરિણામ આવતાં ગત વર્ષની સરખામણીએ ઓછુ પરિણામ આવ્યું છે. જિલ્લાવાર ઉમેદવારોની સફળતામાં સુરત જિલ્લો અગ્રેસ ર રહ્યો છે. જ્યારે રાજ્યમાં 908 કેન્દ્રો ઉપર યોજાયેલી બોર્ડની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં જૂનાગઢનું ખોરાસા કેન્દ્ર 96 ટકા સાથે પ્રથમ ક્રમે આવ્યું છે. અને સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનાં સુખસર કેન્દ્રનું 5.93 ટકા આવ્યું છે. રાજ્યભરમાં 368 શાળાઓએ 100 ટકા પરિણામ હાંસલ કર્યું છે.

ગુજરાતી માધ્યમનું પરિણામ 65.16 ટકા જ્યારે અંગ્રેજી માધ્યમનું પરિણામ

90.92 ટકા પરિણામ આવ્યું છે. ભરૂચ જિલ્લાનાં પરિણામ ઉપર નજર કરીએ તો જિલ્લાનું 70.14 ટકા પરિણામ આવ્યું છે. જેમાં 148 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 781 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે ઉત્તિરર્ણ થયા છે. જિલ્લામાં 16 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે.

રાજ્યમાં ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા

A1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 6378

A2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 33,956

B1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 72,739

B2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 1,27,110

C1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 1,72,350

C2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 1,13,932

D ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 6937

E ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 1261

Next Article: સરસ્વતીના સાધકો ભૂલ્યા ભાન, રાજકોટની ધોળકીયા સ્કુલના પ્રિન્સિપાલે ઉડાવ્યા પૈસા

Gujarat news online, gujarat breaking news,

Next Story