Connect Gujarat
સ્પોર્ટ્સ

રિયોમાં વધુ એક મહિલા ખેલાડીએ દેશને અપાવ્યુ ગૌરવ, સિન્ધુએ રચ્યો ઇતિહાસ

રિયોમાં વધુ એક મહિલા ખેલાડીએ દેશને અપાવ્યુ ગૌરવ, સિન્ધુએ રચ્યો ઇતિહાસ
X

રિયો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહી છે. બુધવારે સાક્ષી મલિકે કાંસ્ય ચંદ્રક જીત્યા બાદ ગુરૂવારે ભારતની બેડમિન્ટન ખેલાડી પી.વી.સિન્ધુએ સેમિ ફાઇનલ મેચ જીતીને સિલ્વર મેડલ જીતવાની દાવેદાર થઇ ગઇ છે.

42c1bc32-9397-4ed7-8985-e0089c9ef0c8

આ સાથે જ ઓલિમ્પિકમાં બેડ મિન્ટન મેચની ફાઇનલમાં પહોંચનાર સિન્ધુ પ્રથમ ભારતીય ખેલાડી બની છે. ગુરૂવારની મેચમાં જોરદાર રમત રમતા સિન્ધુએ જાપાનની નોજોમી ઓકુહારાને 21-19 અને 21-10થી હરાવી હતી.

જોકે, ફાઇનલમાં સિન્ધુનો મુકાબલો વિશ્વમાં પ્રથમ ક્રમાંક ધરાવતી સ્પેનની કેરોલિના મારિન સાથે થશે. આ ફાઇનલ મેચ ભારતીય સમયાનુસાર શુક્રવારે સાંજે 7: 30 વાગ્યે થશે.

Untitled

સિન્ધુની જીત બાદ તેમના પિતાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આશા છે કે સિન્ધુ ગોલ્ડ મેડલ જીતીને આવે. વડાપ્રધાન મોદીએ પણ સિન્ધુને સેમિ ફાઇનલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ફાઇનલ મેચ માટે પણ શુભકામનાઓ આપી હતી.

991ca1e49e6d8845bf9009e7b1a590d6 (1)

ઉલ્લેખનીય છે કે વર્ષ 2012ના ઓલિમ્પિકમાં સાઇના નહેવાલે ભારતને પહેલો ચંદ્રક અપાવતા કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.

Next Story