Connect Gujarat
દેશ

રૂ 500 અને રૂ 1000 ની જૂની 10 થી વધુ નોટો રાખવી ગણાશે ગુનો

રૂ 500 અને રૂ 1000 ની જૂની 10 થી વધુ નોટો રાખવી ગણાશે ગુનો
X

8 નવેમ્બરના રોજ ભારતીય ચલણ માંથી બહાર કરવામાં આવેલ રૂ 500 અને રૂ 1000 ની જૂની 10 થી વધુ નોટો રાખવી હવે અપરાધ ગણવામાં આવશે.

સ્પેસિફાઇડ બેક નોટ્સ નામના ખરડાને સંસદે ગયા મહિને મંજૂરીની મહોર લગાવી હતી. જે અંતર્ગત રૂ 500 અને રૂ 1000 ની જૂની નોટ રાખવી, ટ્રાન્સફર કરવી અને લેવી એ ફોજદારી ગુનો ગણવામાં આવશે. જેથી આ નોટો પરનો સરકાર અને આરબીઆઇની જવાબદારીનો અંત આવ્યો છે.

ખરડા પર રાષ્ટ્રપતિની મંજૂરી મહોર લાગતા હવે આ કાયદા સ્વરૂપે બની ગયો છે એમ સત્તાવાર વર્તુળો દ્વારા જાણવા મળ્યુ છે. અને આ કાયદાનું ઉલ્લંઘન કરનાર સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. જેથી હવે જૂની 10 થી વધુ નોટ નહિ રાખી શકાય.

અત્રે ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બર થી માંડીને 50 દિવસનો સમયગાળો દેશવાસીઓને જૂની નોટો જમા કરાવવા માટે આપવામાં આવ્યો હતો.જે લંબાવીને 31 માર્ચ સુધી પરંતુ ફક્ત RBI ની શાખામાં જ જમા કરવાના આવ્યો હતો.

Next Story