Connect Gujarat
દેશ

રેલવેની તત્કાલ ટિકિટ રદ થશે તો 50 ટકા નાણાં પરત અપાશે

રેલવેની તત્કાલ ટિકિટ રદ થશે તો 50 ટકા નાણાં પરત અપાશે
X

જીએસટી અમલ આડે માત્ર એક દિવસ બચ્યો છે. પહેલી જુલાઈથી માત્ર જીએસટીનો અમલ જ નથી થઈ રહ્યો, રેલવેમાં પણ ઘણુંબધું બદલાવાનું છે.

પહેલી જુલાઈથી રેલવેની તત્કાલ ટિકિટ રદ કરવામાં આવતા 50 ટકા નાણાં પરત મળશે. આ સુવિધામાં ટ્રેનની ટિકિટ પાછી કરતા પણ અડધા નાણાં જ પાછા મળશે, પહેલી જુલાઈથી પેપરલેસ ટિકિટિંગ વ્યવસ્થાની શતાબ્દી અને રાજધાનીથી શરૂઆત થશે.પ્રવાસીઓને કાગળની ટિકિટ નહીં મળે પણ તેમના મોબાઈલ પર ટિકિટ મોકલવામાં આવશે, અંગ્રેજી ઉપરાંત અન્ય ભાષામાં પણ ટિકિટ મળશે.

1લી જુલાઈથી દોડનારી સુવિધા ટ્રેનમાં માત્ર કન્ફ્રર્મ કે આરએસી ટિકિટ જ મળશે, સુવિધા ટ્રેનમાં વેઇટિંગ લિસ્ટ જેવી કોઈ જોગવાઈ નહીં હોય,કોઈ પ્રવાસી જો ટ્રેન સમયના ચાર કલાક પહેલા ટિકિટ રદ કરાવશે, તો તેને ટિકિટના નાણાં પરત જ નહીં મળે,આરએસી ટિકિટ રદ કરાવવા માટે ટ્રેનના ડિપાર્ચર ટાઈમના 30 મિનિટ પહેલા સુધી ટિકિટ રદ કરાવતા કેન્સલચાર્જ કાપીને રિફંડ અપાશે.

Next Story