Connect Gujarat
દેશ

રેલવે દ્વારા પે ઓન ડિલિવરી ટિકિટની સુવિધા ચાલુ કરશે

રેલવે દ્વારા પે ઓન ડિલિવરી ટિકિટની સુવિધા ચાલુ કરશે
X

રેલવે યાત્રીઓ માટે મંત્રાલય દ્વારા વિવિધ મહત્ત્વના સુધારા કરીને નવી સુવિધાઓ શરુ કરવામાં આવી છે, હવે રેલવે મુસાફરોને ઘર બેઠા ટિકિટ મળે તે માટે પે ઓન ડિલિવરી ફેસિલિટી શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આ સુવિધા શરુ થતા રેલવે યાત્રી પૈસા આપ્યા વિના ઘર બેઠા ઓનલાઇન રેલવે ટિકિટ બુક કરાવી શકે છે, બાદમાં જયારે ઘરે તેમને ટિકિટની ડિલિવરી મળે ત્યારે તેમણે ટિકિટની રકમની ચુકવણી કરવાની રહેશે.

IRCTC એ 600 શહેરોમાં " પે ઓન ડિલિવરી" નામની આ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે, આ સુવિધા માટે યાત્રીઓએ ચાર્જ આપવો પડશે.

પે ઓન ડિલિવરની આ સુવિધા મેળવવા એક વાર રજિસ્ટ્રેશ કરાવવું પડશે, અને રજીસ્ટ્રેશન વખતે પાન કાર્ડ કે આધારકાર્ડની જરૂર પડશે, બાદમાં IRCTCની વેબસાઈટ કે મોબાઈલ એપથી રેલવે ટિકિટ બુક કરી શકાશે, મુસાફરીના ઓછામાં ઓછા પાંચ દિવસ પહેલા ટિકિટ બુક કરાવવી પડશે, જો ટિકિટની કુલ રકમ 5000 રૂપિયાથી ઓછી હશે તો 90 રૂપિયા અને વધારે હશે તો 120 રૂપિયા સર્વિસ ચાર્જ આપવો પડશે.

Next Story