Connect Gujarat
ગુજરાત

રોહિતને દિનેશ પર ભરોષો નઈ કે', રોહિતે કેમ ન જોઈ કાર્તિકની વિનિંગ સિક્સ

રોહિતને દિનેશ પર ભરોષો નઈ કે, રોહિતે કેમ ન જોઈ કાર્તિકની વિનિંગ સિક્સ
X

રવિવારની રાત ભારત માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવી હતી. કારણ કે નિદહાસ ટ્રોફીના ફાઈનલમા ભારતે બાંગલાદેશ સામે ચમ્તકારીક વિજય મેળવ્યો હતો. જી, હા છેલ્લા 12 બોલમા ભારતને બાંગલદેશ સામે જીતવા માટે 34 રનની જરૂર હતી. જેથી દિનેશ કાર્તિકે 19મી ઓવરમા 6 બોલમા 22 રન બનાવ્યા હતા. ત્યારબાદ છેલ્લા બોલે દિનેશ કાર્તિકની સ્ટ્રાઈક રહેતા 20મી ઓવરની શરૂઆતમા સ્ટ્રાઈક વિજય શંકરની આવતી હતી પ્રથમ બોલ વાઈડ થતા તેની બોલ તરીકે ગણના ન થતા એકસ્ટ્રા રન ભારતને મળ્યો હતો. ત્યારબાદ પ્રથમ બોલ ફેકાતા વિજય શંકરે કોઈ જ રન લિધો ન હતો. ત્યારબાદ બિજા બોલ પર સિંગલ રન લેતા સ્ટ્રાઈક રોટેટ થતા સ્ટ્રાઈક દિનેશ કાર્તિકની આવી હતી. ત્યારબાદ 19.3ની ઓવર પર દિનેશ કાર્તિકે સિંગલ રન લેતા સ્ટ્રાઈક ફરી પાછી વિજય શંકરની આવી હતી. જે બાદ 19,4 ઓવર પર વિજય શંકરે ચોકો લગાવ્યો હતો. ત્યારબાદ 19.5 ઓવર પર તેણે એક બોલ હવામા ઉપર ઉછાળતા રન દોડયા હતા. જો કે બોલ કેચ થઈ જતા વિજય શંકર આઉટ થઈ ગયો હતો. ત્યારે 19.6 ઓવર પર દિનેશ કાર્તિકની સ્ટ્રાઈક આવતા તેને છેલ્લા બોલે સિકસ મારી ભારતને ભવ્ય વિજય અપાવ્યો હતો.

મેચ પુર્ણ થયા બાદ પત્રકારો સાથેની વાતચીતમા રોહિત શર્માએ જણાવ્યુ હતુ કે મને લાગ્યુ હતુ કે મેચ સુપર ઓવરમા જશે તેથી હુ પેડ બાંધવા જતો રહ્યો હતો જેથી હુ દિનેશ કાર્તિક દ્વારા લગાવવામા આવેલી વિનિંગ સિકસ જોઈ શક્યો નહોતો. મને લાગ્યુ હતુ કે છેલ્લા બોલ પર બાઉનડ્રી જશે તો સુપર ઓર થવાના ચાન્સ છે. મે છેલ્લો બોલ જોયો નહોતો પરંતુ ડ્રેસિંગ રૂમમા ઉજવણી થવા લાગી હતી. જે પરથી મને ખ્યાલ આવ્યો કે દિનેશ કાર્તિકે સિકસ ફટકારી છે જેથી ભારત જીતી ગયુ છે. રોહિતે સાથો સાથ તે પણ જણાવ્યુ હતુ કે મને ખ્યાલ છે કે છેલ્લી ઓવરમા 12 કે 15 રન બનાવવાના હોઈ ત્યારે બેટસમેન પર ખૂબ જ પ્રેસર હોઈ છે. મને ખ્યાલ હતો કે બે એવા બેટસમેન પિચ પર છે. જેમાથી એક પાસે (દિનેશ કાર્તિક) અનુભવ છે જ્યારે બિજા પાસે (વિજય શંકર) લાંબો શોટ મારવાની આવડત છે. જો કે વિજય શંકરે એ પ્રમાણે રમી શક્યા નહોતા. આશા છે કે રમાયેલ મેચનો અનુભવ તેમને ખૂબ કામે લાગશે. તો સાથો સાથ દિનેશ કાર્તિકની ઈનિંગે ભારતને ખૂબ સારી સફળતા અપાવી છે.

Next Story