Connect Gujarat
ગુજરાત

લસણના ભાવ તળીયે જતા જસદણમાં ખેડૂતોએ નોંધાવ્યો અનોખો વિરોધ

લસણના ભાવ તળીયે જતા જસદણમાં ખેડૂતોએ નોંધાવ્યો અનોખો વિરોધ
X

ભાજપના મંત્રીઓને એક ગુણી લસણ મફત આપવામાં આવી

જસદણની પેટા ચૂંટણી માટે મતદાનનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે. તેમ તેમ દિવસે અને દિવસે જસદણની પેટા ચૂંટણીનો રંગ જામતો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાંક મહિનાઓમા જસદણી સહિત સમગ્ર રાજ્ય ભરના ખેડૂતોમા જણસીના અપુરતા ભાવને લઈ તો ક્યાંક પાક વિમાને લઈ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આઝરોજ ખેડૂત હિત રક્ષક સમિતી દ્વારા લસણના ઘટતા જતા ભાવોને લઈ જસદણના બસ સ્ટેન્ડ પાસે વિરોધ પ્રદર્શીત કરવામા આવ્યો હતો.

બહોળી સંખ્યામા એકઠા થયેલા ખેડૂતો એ મફતમા લસણની વહેંચણી કરી હતી. તો આ ઉપરાંત ખેડૂત છાવણીમાં ભાજપના પ્રધાનને એક ગુણી અને ભાજપના ધારાસભ્યને એક મણ, જિલ્લા પંચાયતના ભાજપના સભ્યને 10 કિલો અને તાલુકા પંચાયતના સભ્યને 5 કિલો લસણ મફત આપવાના બેનર પણ લગાડવામા આવ્યા હતા.

Next Story