Connect Gujarat
ગુજરાત

લોકસભાની ૫૪૨ બેઠકની સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામો પણ થશે જાહેર..

લોકસભાની ૫૪૨ બેઠકની સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામો પણ થશે જાહેર..
X

આજે ગુજરાતમાં ૨૬ લોકસભાની સીટો સાથે આ ૪ વિધાનસભાની બેઠકોના પરિણામ

આજે દેશમાં લોકશાહીના પૂર્વનો ખાસ દિવસ છે. લોકસભાની ૫૪૨ બેઠકની સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામો પણ જાહેર થશે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સાથે જ ચાર વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. ગુજરાતની ઊંઝા, જામનગર ગ્રામ્ય, માણાવદર, અને ધ્રાંગધ્રા બેઠક પર ૨૩મી એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું.

જેમાં જામનગર ગ્રામ્ય બેઠક પર ભાજપ તરફથી રાઘવજી પટેલ અને કોંગ્રેસ તરફથી જયંતિ સભાયા વચ્ચે સીધી ટક્કર છે. તો ધ્રાંગધ્રા બેઠક પર ભાજપે પરસોતમ સાબરિયાને જ ટિકિટ આપી છે. કોંગ્રેસ તરફથી તેમની સામે દિનેશ પટેલને ટિકિટ આપવામાં આવી હતી.માણાવદર બેઠકની વાત કરીએ તો ભાજપે જવાહર ચાવડાને ટિકિટ આપી છે. કોંગ્રેસે આ બેઠક પર તેમની સામે અરવિંદ લાડાણીને ઉતાર્યાં હતા. અને ઊંઝામાં કોંગ્રેસે કાંતિ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં હતાં. આશાબેન પટેલ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા બાદ આ બેઠક ખાલી પડી હતી.

Next Story