Connect Gujarat
ગુજરાત

વડતાલ મંદિરના સ્વામી શાસ્ત્રી સર્વમંગલદાસજીની અઘ્યક્ષતામાં વાગરાના પિપલીયા ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો યોજાયો સેમિનાર

વડતાલ મંદિરના સ્વામી શાસ્ત્રી સર્વમંગલદાસજીની અઘ્યક્ષતામાં વાગરાના પિપલીયા ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો યોજાયો સેમિનાર
X

વાગરા તાલુકાના પિપલીઆ ગામે યાસ્મિન મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સેમીનાર વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી શાસ્ત્રી સર્વમંગલદાસજીના અઘ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.

આજના ઝડપથી વિકસતા યુગમાં ગુણવત્તા સભર શિક્ષણ કેટલું ઉપયોગી છે અને સેમીનારના મુખ્ય હેતુ ઉપર પ્રકાશ પાડતા સંસ્થાના જનરલ સેક્રેટરી યાકુબ ગુરજીએ જણાવ્યું હતું કે વિશ્વને અમન અને શાંતિ નો સંદેશ આપનાર મહંમદ પયગંબર સાહેબના અનુયાયીઓ ને આજે વિશ્વમાં આતંકવાદી તરીકે ઓળખવામાં આવી રહ્યા છે જેનું મુખ્ય કારણ પયગમ્બર સાહેબના અનુયાયીઓ એટલે આપણે પયગમ્બર સાહેબના બતાવેલા રસ્તા થી ભટકી ગયા છે. ઈસ્લામનો પહેલો પાઠ શિક્ષણ પ્રાપ્ત કરવાનો છે . પવિત્ર ધર્મ પુસ્તક કુરાન શરીફમાં વારંવાર શિક્ષણ ઉપર ભાર આપવામાં આવ્યો છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="101926,101927,101928,101929"]

ત્યારે કેટલાક મતલબ પરસ્ત કહેવાતા ધર્મ ગુરુઓ એ શિક્ષણ ને ધાર્મિક અને દુન્વયી એમ બે ભાગમાં વહેંચી આપણ ને ઉચ્ચ શિક્ષણ થી વંચિત રાખવામાં આવ્યા હકીકતમાં જે શિક્ષણ દ્વારા પરમ કૃપાળુ પરમાત્મા એટલે કે પરવર દિગારની ખુશી પ્રાપ્ત કરી શકાય તે જ શિક્ષણ મહત્વ નું છે શિક્ષણ ના માધ્યમ થી માનવતા ની જ્યોત સમાજ માં ફેલાવવામાં આવે બુરાઈઓ, વિકૃતિઓ દુર કરી અલ્લાની બનાવેલી તમામ મખ્લુક ની સેવા કરિ શકિએ તેજ ઉત્તમ શિક્ષણ છે.

સમારંભના અતિથિ મહાન શાયર લેખક આશીફ શેખ કે જેઓની ઉર્દૂ ભાષાના વ્યાકરણનું પુસ્તક કર્ણાટક યુનિવર્સિટી માં ભણાવવામાં આવે છે તેમને ભુત પૂર્વ વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું કે શિક્ષણ એવું હોવુ જોઈએ જે પરિવાર, સમાજ દેશ અને સમગ્ર માનવજાતને લાભ કારક નિવડી શકે તે શિક્ષણને જ પ્રધાન્ય ઈસ્લામમાં આપવામાં આવ્યું છે પછી તે ધાર્મિક કે અન્ય સંસ્થામાં થી પ્રાપ્ત કર્યું હોય.

સંસ્થાની ધોરણ અગિયારની વિદ્યાર્થીનીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે આજે દેશનો શિક્ષિત વર્ગ પણ અંઘશ્રદ્ધા તરફ દોરાઈ રહ્યો છે. બિલાડી રસ્તામાં આડી ઉતરવી, મંદિર કે દરગાહ માં નાળિયેર ચઢાવી મહેનત કર્યા વિના પરિક્ષામાં પાસ‌ થવાની અપેક્ષા રાખે છે. જે ભારત સામે વિશ્વ મસ્તક ઝુકાવતું હતું તે ભારતમાં વિશ્વની ૧૦૦ શિક્ષણ સંસ્થાઓમાં એક પણ ભારતની આજે નથી. જ્યાં સુધી દરેક નાગરિક પોતાનું મૂલ્ય નહીં સમજી શકે ત્યાં સુધી આપણો રાષ્ટ્ર નિર્માણ સંભવ નથી.

સેમીનારના અધ્યક્ષ શાસ્ત્રી સર્વમંગલદાસ સ્વામીએ પોતાની મધુર વાણીમાં શિક્ષણની પરિભાષા સમજાવતા જણાવ્યું કે શિક્ષણ એવું હોવું જોઈએ જેમાં માનવીય મુલ્યોનું મહત્વ હોય પિપલીઆની શૈક્ષણિક સંસ્થામાં શિક્ષણ ડિગ્રી માટે નહીં પણ એક સંપૂર્ણ માનવના મૂલ્યનું સિંચન અહિયાં થી શિક્ષણના માધ્યમથી કરવામાં આવે છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ગુરૂનો મહિમા અને શિક્ષણ આપનાર પ્રિતૃ સંસ્થાનું મહત્વ મહાભારતના દ્રષ્ટાંત થી સમજાવી વિદ્યાર્થીઓને સમાજ ઉપયોગી દેશ ઉપયોગી બનવાની શિખ આપી હતી.

આ સેમિનારમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ તેમજ કલમ, લિમડી, પખાજણ, વહિયાલ અને પિપલીઆના આગેવાનો, બહેનો, આસરે ૨૦૦ થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે યુ.કે. થી પધારેલ સલીમ ઉઘરાદાર, ઈકબાલ ઉઘરાદાર, પહાજના સમીર ચૌહાન, અખોડના હિંમતસિંહ યાદવ, વિનોદ જોષી, અરૂણ પટેલ, વિજય પટેલ, સરપંચો હાજર રહ્યા હતા. શાળાના શિક્ષક દલપત સોલંકીએ મહેમાનોને શબ્દ થી આવકાર્યા હતા. આચાર્ય રોનક મોદીએ આભાર વ્યક્ત કર્યો હતો.

Next Story