Connect Gujarat
ગુજરાત

વડોદરાઃ NH-8 ઉપર બસ અને કન્ટેનર વચ્ચે સર્જાયો અકસ્માત, પાંચને ઈજા

વડોદરાઃ NH-8 ઉપર બસ અને કન્ટેનર વચ્ચે સર્જાયો અકસ્માત, પાંચને ઈજા
X

વડોદરા નજીકથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર દેમા ચોકડી પાસે બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસમાં સવાર પાંચ લોકોને ઈજા પહોંચી હતી. દેણા ચોકડી પાસે એક સપ્તાહમાં જ બીજો અકસ્માત થતાં લોકો એકઠા થઈ ગયા હતા. આ અગાઉ પણ લોકોએ હાઈવે ઉપર ચક્કાજામ કરી અવાર નવાર દેણા ચોકડી ઉપર થતાં અકસ્માતોને રોકવા માટે ઓવર બ્રિજ બનાવાની માંગ કરી હતી. જે સંદર્ભે અનેક વખત તંત્રને રજૂઆત પણ કરવામાં આવી છે.

દેણા ચોકડી પાસે સર્જાયેલા અકસ્માતને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. જ્યારે પાંચ ઈજાગ્રસ્તોને 108 મારફતે તાત્કાલિક એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માત સંદર્ભે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story