Connect Gujarat
ગુજરાત

વડોદરાના વરણામા ખાતે નકલી નોટોના જથ્થા સાથે રીક્ષા ચાલક ઝડપાયો

વડોદરાના વરણામા ખાતે નકલી નોટોના જથ્થા સાથે રીક્ષા ચાલક ઝડપાયો
X

વડોદરા નજીક આવેલા વરણામા ખાતે નકલી ચલણી નોટો લઈને બજારમાં ઘુસાડવા માટે એખ રિક્ષા ચાલક નીકળ્યો હતો. સોમવારે સાંજના સમયે એક દુકાનદાર પાસે રીક્ષા ચાલક આવ્યો હતો. જેણે ખરીદી કર્યા બાદ પૈસા આપ્યા હતા. જો કે વેપારીએ આ નોટો નકલી હોવાનું જણાવી પૈસા લેવાનો ઇન્કાર કર્યો હતો.

દુકાનદારે આ બાબતની જાણ પોલીસને કરતાં વરણામા પોલીસ ત્યાં દોડી આવી હતી. બાદમાં રીક્ષા ચાલકની અટકાયત કરતાં તેનું નામ આબીદ મહંમદ પઠાણ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેની જડતી લેતાં તેના ખિસ્સામાં 44 જેટલી 500 ના દરની ચલણી નોટો મળી આવી હતી. જે નોટની તપાસ માટે FSLના અધિકારીઓને સ્થળ પર બોલાવતા આ તમામ નોટો નકલી હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે રીક્ષા ચાલકની નકલી ચલણી નોટ સાથે અટકાયત કર્યા બાદ રીક્ષામાં તપાસ કરતાં 20 હજારના દરની નકલી ચલણી નોટ મળી હતી. પોલીસે તેની પુછપરછ કર્યા બાદ તેના ઘેર દરોડો પાડયો હતો. જ્યાં ઘરમાંથી નોટ છાપવાનું પ્રિન્ટીગ મશીન અને વધુ નકલી નોટ મળતા પોલીસ ચોંકી ઉઠી હતી. આ શખ્સે પોરમાં પણ નકલી નોટ ફરતી કરી હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે ઘરમાં શોધખોળ કરતા માળિયા માંથી 2000 ના દર ની 77 નકલી ચલણી નોટ અને 500 ના દરની 1652 ચલણી નોટ મળી પોલીસે રીક્ષા તેમજ નોટ છાપણી માટેના મશીન, પ્રિન્ટર મળીને 10,89,540 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

પોલીસે ચલણી નોટોના સિરીયલ નંબરનું વેરીફિકેશન કરવાની સાથે પોલીસે વિવિધ મુદ્દા પર શખ્સની પુછપરછ કરી હતી. રિકશા ચાલક કેટલા સમયથી નકલી નોટ છાપતો હતો અને અત્યાર સુધી કયાં કયાં નકલી નોટ ફરતી કરી છે તે સહિતના મુદ્દા પર પોલીસે તપાસ આરંભી છે.

Next Story