Connect Gujarat
ગુજરાત

વડોદરા : ફૂડ ડિલિવરી બોય પાસેથી રૂ. 9 હજાર 700 નો દંડ વસુલ કરાયો

વડોદરા : ફૂડ ડિલિવરી બોય પાસેથી રૂ. 9 હજાર 700 નો દંડ વસુલ કરાયો
X

ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 97 ડિલીવરી બોય વિરુદ્ધ કાર્યવાહી

તા.૦૫ ના આજ રોજ વડોદરા શહેર પોલીસ કમિશ્નર સા.શ્રી તથા સયુક્ત પોલીસ કમિશ્નર સા.શ્રી. નાઓની સુચનાથી નાયબ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિક તથા મદદનીશ પોલીસ કમિશ્નર, ટ્રાફિક શાખા દ્રારા વડોદરા શહેરના ગેન્ડા સર્કલ, મુજમુહડા સર્કલ, સુશન સર્કલ, કાલાઘોડા સર્કલ, ચકલી સર્કલ, સરદાર એસ્ટેટ ચાર રસ્તા, એલ એન્ડ ટી સર્કલ ખાતે દરેક કંપની ડિલિવરી બોય પુર ઝડપે, હેલ્મેટ વગર, ચાલુ મોબાઇલ ફોન, રોંગ સાઇડ જતા હોય જે તમામ કંપનીના ડીલેવરી બોય વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની ઝુંબેશ રાખવામાં આવેલ છે.

જેમાં ડ્રાઇવ દરમ્યાન MV એકટની જુદી જુદી કલમો મુજબ તમામ કંપનીના ડીલેવરી બોય વિરૂધ્ધ એન.સી. કેસો કુલ:-૯૭ તથા સ્થળદંડ કુલ:- રૂ. ૯૭૦૦/- કરવામાં આવેલ છે.

Next Story