Connect Gujarat
દુનિયા

વર્લ્ડકપ 2019માં ભારત-પાક પછી ટુર્નામેન્ટની સૌથી મોટી મેચ

વર્લ્ડકપ 2019માં ભારત-પાક પછી ટુર્નામેન્ટની સૌથી મોટી મેચ
X

વર્લ્ડકપની આ વનડે મેચને એશિઝ મુકાબલો માનવામાં આવે છે

વર્લ્ડકપ 32મી મેચમાં લોર્ડ્સ ખાતે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ આમને સામને. ભારત-પાક મેચ પછી આ મુકાબલાને ટુર્નામેન્ટની સૌથી મોટી મેચ માનવામાં આવે છે. આ વનડે મેચનો એશિઝ મુકાબલો કહેવામાં આવે છે. એશિઝ સિરીઝ છેલ્લા 137 વર્ષથી રમવામાં આવે છે. બન્ને ટિમ માટે એશિઝનું મહત્વ વનડે વર્લ્ડકપ કરતાં વધારે માનવામાં આવે છે.

વર્લ્ડકપ પોઇન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા 10 પોઇન્ટ સાથે બીજા ક્રમ પર છે, ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી 6 મેચ રમી ચૂક્યું છે જેમાં 5 મેચમાં તેને જીત મળી છે તો એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયા આજે ઇંગ્લેન્ડ સામે વર્લ્ડકપની સેમીફાયનલ મેચના લિસ્ટમાં સ્થાન મેળવવા ના ઈરાદા સાથે ઉતરશે. જયારે બીજી તફર શ્રીલંકા સામેની મેચમાં ઇંગ્લેન્ડની હાર થવાથી તેને વર્લ્ડકપની દાવેદારી માટે ટુર્નામેન્ટની બાકીની તમામ મેચ જીતવી જરૂરી બની ગઈ છે. ઇંગ્લેન્ડ અત્યાર સુધી 6 મેચ રમી 8 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે, જેમાં તેને 4 મેચમાં જીત મળી છે તો 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.જેથી યજમાન ઇંગ્લેન્ડ વર્લ્ડકપ 2019માં પોતાને જીવંત રાખવના તમામ પ્રયાસો આજે કરશે.

Next Story