Connect Gujarat
ગુજરાત

વલસાડ: BTP ના ઉમેદવારે ચૂંટણી માટે નાણાકીય સહયોગ કરવા ફેસબૂકના માધ્યમથી કરી અપીલ..!

વલસાડ: BTP ના ઉમેદવારે ચૂંટણી માટે નાણાકીય સહયોગ કરવા ફેસબૂકના માધ્યમથી કરી અપીલ..!
X

  • નવસારી જિલ્લના રહેવાશી અને વલસાડ લોકસભા સીટના ઉમેદવાર સોસીયલ મીડિયા નો ઉપયોગ ચૂંટણી લડવા માટે જરૂરી(ફંડ )ફાળો એકત્ર કરવા માટે કરી રહ્યા છે.
  • પંકજે પોતાના ફેસબૂક પેજ ઉપર પોતાનો બેંક ઓફ બરોડા નો એકાઉન્ટ નંબર જાહેર કરી લોકો ને નાણાકીય સહયોગ કરવા અપીલ કરી
  • આદિવાસી બહુમતી ધરાવતા ગામ ના લોકો પણ પંકજ માટે ઝોળી ફાળો ઉઘરાવી બેંક એકાઉન્ટ મા નાખી આર્થિક સહયોગ કરી રહ્યા
  • ઉમેદવારે ચૂંટણી દરમિયાન સોશિયલ મિડિયાનો ઉપયોગ ફંડ એકત્ર કરવા કર્યો હોય તેવી ઘટના કદાચ રાજ્ય ની પ્રથમ ઘટના સામે આવી

લોકસભાની ચૂંટણીમાં તમામ પક્ષ ના ઉમેદવારો સોસીયલ મીડિયા નો ભરપૂર ઉપયોગ કરી પોતાનો અને પોતાની પાર્ટીનો પ્રચાર -પ્રસાર કરી રહ્યા છે.પરંતુ નવસારી જિલ્લના રહેવાશી અને વલસાડ લોકસભા સીટના ઉમેદવાર સોસીયલ મીડિયા નો ઉપયોગ ચૂંટણી લડવા માટે જરૂરી(ફંડ )ફાળો એકત્ર કરવા માટે કરી રહ્યા છે. કોઈ ઉમેદવારે ચૂંટણી દરમિયાન સોશિયલ મિડિયાનો ઉપયોગ ફંડ એકત્ર કરવા કર્યો હોય તેવી ઘટના કદાચ રાજ્ય ની પ્રથમ ઘટના સામે આવી હશે.

લોકસભાની ચૂંટણી નો માહોલ હાલ જામ્યો છે ત્યારે ઉમેદવારો પ્રચાર માટે અનેક તરકીબો અજમાવી રહ્યા છે.પરંતુ વલસાડ લોકસભા બેઠક ના BTP ના ઉમેદવાર પંકજ પટેલે ચૂંટણી માટે નાણાકીય સહયોગ કરવા લોકો ને ફેસબૂક ના માધ્યમ થી અપીલ કરી છે.પંકજે પોતાના ફેસબૂક પેજ ઉપર પોતાનો બેંક ઓફ બરોડા નો એકાઉન્ટ નંબર જાહેર કરી લોકો ને નાણાકીય સહયોગ કરવા અપીલ કરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પંકજ પટેલ સમાજ ના લોકો પાસેથી ફાળો ઉઘરાવી ચૂંટણી લડીશ તેવું નિવેદન આપી ચુક્યા છે.અને હવે આદિવાસી બહુમતી ધરાવતા ગામ ના લોકો પણ પંકજ માટે ઝોળી ફાળો ઉઘરાવી બેંક એકાઉન્ટ મા નાખી આર્થિક સહયોગ કરી રહ્યા છે. ઉમેદવારે ચૂંટણી દરમિયાન સોશિયલ મિડિયાનો ઉપયોગ ફંડ એકત્ર કરવા કર્યો હોય તેવી ઘટના કદાચ રાજ્ય ની પ્રથમ ઘટના સામે આવી હશે.

Next Story