Connect Gujarat
ગુજરાત

વાસદ: વિદ્યાર્થીઓમાં કેળવણી માટે કરાયું " ફાઈન્ડિંગ રીડર ઇન યોર સેલ્ફ" વર્કશોપનું આયોજન

વાસદ: વિદ્યાર્થીઓમાં કેળવણી માટે કરાયું  ફાઈન્ડિંગ રીડર ઇન યોર સેલ્ફ વર્કશોપનું આયોજન
X

એસ. વી.આઈ. ટી. દ્વારા "ફાઇન્ડિંગલીડરઇનયોરસેલ્ફ" પર ત્રિદિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપ કોમ્પિટિટિવને સમાઈન્ડ સેટ ઇન્સ્ટિટયૂટ, અમેરિકા તથા આઈ. આઈ. ટી., ગાંધીનગરના સહયોગથી જી. ટી.યુ. ઝોન - ૩માં એસ. વી.આઈ.ટી. ખાતે સતત બીજા વર્ષે આયોજન કરવામાં આવ્યું છે. હાલના સમયમાં માત્ર પુસ્તકિયું જ્ઞાન નહીં પરંતુ પ્રેક્ટીકલ જ્ઞાન પણ હોવું જરૂરી છે એટલેકે સ્કીલ, કૌશલ્ય પર પણ એટલુંજ મહત્વ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં લીડરશીપના ગુણ કેળવાય અને નોકરીમાં તેઓ ગુલામ તરીકે નહીં પરંતુ નીડર થઈને જોખમ પડીને પોતાના સાહસનો પરિચય આપીશકે અને કંઈક નવું કરી શકે તે હેતુથી નેતૃત્વ કૌશલ્યના ગુણો શીખવા માટે, વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓ બહાર લાવવા માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્કશોપનું મુખ્ય આકર્ષણ થિયરીની સાથે-સાથે વન ટુ વન પ્રેક્ટીકલ શેસન રહ્યું હતું. જેમાં દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત રૂપથી માહિતી અને જ્ઞાન આપવામાં આવ્યું હતું.

આ પ્રોગ્રામમાં મુખ્યઅતિથિ તરીકે ભાસ્કરભાઈપટેલ (ચેરમેન- એસ.વી.આઈઈ.ટી), ભાવેશભાઈ પટેલ (સેક્રેટરીએસ. વી.આઈ. ટી.)ઉપસ્થિત રહ્યા હતા.આ વર્કશોપમાં ડૉ.વિરાજવોરા (ડેન્ટલસટ અનેમોટીવેશનલસ્પીકર), શ્રીમતી ઉમા, શ્રીમતી અનુજા, શ્રીમતી બિના,(કોમ્પિટિટિવનેસ માઈન્ડ સેટ ઇન્સ્ટિટયૂટ,ગાંધીનગર) ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને તેમનું વ્યક્તિત્વ વિકાસ માટે ટીપ્સ આપી હતી.જેથી વિદ્યાર્થીઓની અંદર રહેલી શક્તિઓને બહાર આવે અને તેઓના સર્વાંગી વિકાસ થાય તે માટેના લેક્ચર ત્યાર પછી વન ટુ વન સેશન કરીને તેમને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

આવનાર સમયમાં સમાજને ફકત ભણેલા-ગણેલા ફોલોઅર નહીં પરંતુ સમાજને લીડરની જરૂર છે તેથી કરીને વિદ્યાર્થીઓ આગળ આવે અને કંઈક ઇનોવેટિવ કાર્ય દ્વારા પોતાની એક અલગ પહેચાન ઉભી કરી શકે તે હેતુથી find the leader in you પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો સમગ્ર આયોજન ડૉ.એ. કે.અધિકારીની અધ્યક્ષતામાં એ. એસ. એન્ડ એચ. ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

એસ.વી.આઇ.ટી. વાસદના અધ્યક્ષ ભાસ્કરભાઈ પટેલ, સેક્રેટરી ભાવેશભાઇ પટેલ, ઉપાધ્યક્ષ દિપકભાઈ પટેલ, કેમ્પસ ડાયરેકટર ડૉ. જે. એન. શાહ અને આચાર્ય ડૉ. એસ.ડી.ટોલીવાલ અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી.

Next Story