Connect Gujarat
દેશ

વાહન ચાલકો માટે રાહત ટોલ ટેક્સ માટે નેશનલ હાઇ વે ના ટોલ પ્લાઝા પર નહી થોભવું પડે

વાહન ચાલકો માટે રાહત ટોલ ટેક્સ માટે નેશનલ હાઇ વે ના ટોલ પ્લાઝા પર નહી થોભવું પડે
X

નેશનલ હાઇ વે પર ટોલ ટેક્સ ચૂકવવા માટે ઘણીવાર વાહનોની લાંબી લાઇનો લાગતી હોય છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે અને સમય પણ વેડફાય છે. ત્યારે નેશનલ હાઇ વે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે વાહનચાલકોને મોટી રાહત આપશે.

હવે દેશના 250 ટોલ પ્લાઝા પર કેશલેસ પેમેન્ટ કરી શકાશે. તે માટે અગાઉથી રિચાર્જ કરાવવાનું રહેશે. આ મિકેનિઝમને FASTag નામ આપવામાં આવ્યું છે. જેમાં વાહનચાલકો ચેક દ્વારા, ક્રેડિટ કાર્ડ દ્વારા અથવા ડેબિટ કાર્ડ દ્વારા ટોલ ટેક્સ ચૂકવી શકશે. તેમજ SMS દ્વારા તેના પ્રત્યેક ટ્રાન્જેક્શનની સૂચના આપવામાં આવશે. બેલેન્સ ઓછું હોવા પર પણ SMS થી સૂચના મળી જશે.

શરૂઆતના પ્રથમ ફેઝમાં આઇસીઆઇસીઆઇ બેંક અને એક્સિસ બેંક આ યોજનાનો ભાગ બનશે. બીજા ફેઝમાં બીજી કેટલીક બેંકો અને મોબાઇલ વોલેટ ઓપરેટર જોડાય તેવી શક્યતાઓ છે.

સરકાર દ્વારા વર્ષ 2016-17 માટે FASTag નો ઉપયોગ કરનારા લોકો માટે 10 ટકા કેશ બેકની સ્કીમની જાહેરાત કરી છે. જે તેમના ટોલ પેમેન્ટના રિચાર્જમાં જમા કરવામાં આવશે.

FASTag ના કારણે વાહનો નેશનલ હાઇ વે પર નોન સ્ટોપ જઇ શકશે અને સમયનો બચાવ થશે. FASTag દેશના પસંદ કરાયેલા 250 ટોલ પ્લાઝા પર નક્કી કરેલી બેન્કોમાંથી 25 એપ્રિલથી ઉપલબ્ધ થશે.

Next Story