Connect Gujarat
ગુજરાત

વિદેશમાં નોકરી આપવાના બહાને છેતરપિંડી કરતા તત્ત્વોની હવે ખેર નથી

વિદેશમાં નોકરી આપવાના બહાને છેતરપિંડી કરતા તત્ત્વોની હવે ખેર નથી
X

વિદેશમાં નોકરી આપવાના બહાના હેઠળ છેતરપિંડી કરતા એજન્ટો સામે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. આવા તત્ત્વો સામે કડક કાર્યવાહીનાં આદેશો પણ આપ્યા છે.

ગાંધીનગર ખાતે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ ગૃહ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક મળી હતી.આ બેઠકમાં મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વિદેશમાં નોકરી આપવાનાં બહાને લોકો સાથે છેતરપિંડી કરતા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવાનાં આદેશો આપ્યા છે.

આ બેઠકમાં પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યુ હતુ કે ગ્લોબલ લાઇઝેશનને પરિણામે દેશ વિદેશમાં કામ કરવાની તકો વધી છે.પરિણામે ભારતીયો વિદેશોમાં રોજગાર મેળવવા જઈ રહ્યા છે.રાજ્યનાં યુવાનો નાગરિકો છેતરાય નહિ તે માટે રીક્રુટીંગ એજન્ટની નુકશાનકારક પ્રવૃત્તિ ડામવા રાજ્ય સરકારે કડક વલણ દાખવ્યું છે.

વધુમાં રાજ્યમાં 10 કેસો ધ્યાનમાં આવ્યા છે તે પૈકી 8 કેસોમાં ગુનાઓ નોંધીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

યુવાનો સાથે છેતરપિંડી કરતા કસુરવારોને બે વર્ષની સજા અને 2000 રૂપિયા સુધીનાં દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.

વધુમાં રાજ્ય માંથી વિદેશમાં કામ અર્થે જનારાની સંખ્યા વધારે હોય ત્યાં રીક્રુટીંગ એજન્ટ ઇમિગ્રેશન એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન સટીફીકેટ મેળવવા સૂચના આપવામાં આવી છે.જેથી કરી ગેરકાયદેસરની એજન્ટોની પ્રવૃત્તિ ઓને અટકાવી શકાય.

આ રીક્રુટીંગ એજન્ટોનાં કાર્યો અને રજીસ્ટ્રેશનની કામગીરીની જાણકારી www.emigrate.gov.in વેબસાઈટ પરથી મળી શકશે તેમ જણાવવામાં આવ્યુ છે.

Next Story