Connect Gujarat
ગુજરાત

વિદ્યાર્થી વાલીઓ ને નિરાંત હવે જાતી અને ડોમિસાઈલ સર્ટી સ્કુલ માંથી જ મળશે!

વિદ્યાર્થી વાલીઓ ને નિરાંત હવે જાતી અને ડોમિસાઈલ સર્ટી સ્કુલ માંથી જ મળશે!
X

શાળાઓમાં શરૂ થતા નવા શૈક્ષણિક સત્ર તેમજ અન્ય ફિલ્ડ માં એડમીશન માટે જાતી અને ડોમિસાઈલ સર્ટી કઢાવવું પડતું હતું.અને એક સાથે મામલતદાર,TDO,સમાજ કલ્યાણ અધિકારી ની કચેરીઓમાં ભારે ધસારો થવાથી ખુબજ ભીડ જમતી હતી અને વિદ્યાર્થીઓ તેમજ વિલીઓએ ભારે હાલાકી વેઠવી પડતી હતી.જોકે હવે તેનું નિરાકરણ કેન્દ્ર સરકારે કર્યું છે.

ગુજરાત સહયિત દેશ નાં તમામા રાજ્યો માં ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ પર્સોનલ,પબ્લિક ગ્રિવન્સ અને પેન્સન ડિપાર્ટમેન્ટ દ્વારા ગુજરાત સમેત તમામ રાજ્યોના ચીફ સેક્રેટરીઓને સુચના આપવામાં આવી છે.તેમાં જણાવવા માં આવ્યું છે કે વિદ્યાર્થી ઓ પાસે થી શાળાના આચાર્ય એ જરૂરી દસ્તાવેજ મેળવી ને સંબંધિત કચેરીમાંથી જાતી અને ડોમિસાઈલ સર્ટી મેળવી લેવાનું રહેશે.આ નિયમ થી વિદ્યાર્થી ઓ તેમજ વાલીઓ માટે સરકારી કચેરીના ધક્કા બંધ થશે અને રાહત રહેશે.

Next Story