Connect Gujarat
ગુજરાત

શામળાજી પોલીસે મિની ટ્રકમાંથી રૂપિયા 9.21 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

શામળાજી પોલીસે મિની ટ્રકમાંથી રૂપિયા 9.21 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
X

ગાંધીનગરનો બુટલેગર દબોચાયો

અરવલ્લી જિલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશીદારૂ ગાંધીના ગુજરાતમાં ઠલવાઈ રહ્યો છે, ત્યારે અરવલ્લી જિલ્લા પોલિસને વધુ એક સફળતા મળી છે. શામળાજી પોલીસે અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર સતત પેટ્રોલિંગ અને નાકાબંધી વેણપુર ગામની સીમમાંથી પસાર થતી મિની ટ્રકમાંથી વિદેશી દારૂ પકડી પાડ્યો છે. અમદાવાદના પ્રદીપ નામના બુટલેગરે મંગાવેલ રૂ. 9.21 લાખનો વિદેશી દારૂ જપ્ત કરી ગાંધીનગરના પાટનાકુવા ગામના બુટલેગર ટ્રક ચાલકને ઝડપી પાડી શામળાજી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શામળાજી પીએસઆઈ કેતન વ્યાસ તેમની ટીમ સાથે રતનપુર ચેકપોસ્ટ નજીક વેણપુર ગામની સીમમાં રાજસ્થાન તરફથી આવતા નાના-મોટા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરાતા હતા ત્યારે મિની ટ્રક માંથી વિદેશી દારૂની 220 પેટી પકડી પાડી છે, જેની કુલ કિંમત 9,21,600 થાય છે. પોલિસે ટ્રક ચાલક અજીતકુમાર અમૃતલાલ બારોટની ધરપકડ કરી ટ્રક ટ્રકની કિંમત રૂપિયા 8 લાખ મળી કુલ રૂપિયા 17,21,600 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે જ વિદેશી દારૂની મિની ટ્રક મંગાવનાર અમદાવાદના પ્રદીપ નામના બુટલેગર અને મીની ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર હરિયાણા નારનોલના સોનુ નામના બુટલેગર વિરુદ્ધ શામળાજી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story