Connect Gujarat
ગુજરાત

શ્રી વિશ્વકર્મા જયંતિની ધર્મભીની ઉજવણી 

શ્રી વિશ્વકર્મા જયંતિની ધર્મભીની ઉજવણી 
X

ભક્તોએ વિશ્વકર્મા દાદાએ આપેલ જ્ઞાનના ભંડાર સમા ઓજારોનું પણ પૂજન-અર્ચન કરી તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી.

મહાસુદ તેરસનો દિવસ વિશ્વકર્મા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે.વિશ્વકર્મા એટલે દેવોપયોગી બાંધકામ સુવિધા પુરી પાડવા વાળા , શ્રેષ્ઠતમ સ્થાપતિ , વિશ્વકર્મા પ્રભુજી ત્રણેય લોક અને સમસ્ત વિશ્વસર્જક શિલ્પ શાસ્ત્રના પ્રણેતા તરીકે વધુ જાણીતા છે.અને તમામ પ્રકારના કારીગર વર્ગનાં હૃદયમાં આજે પણ અમર છે.

એક પ્રાચીન કથા પ્રમાણે યુગપૂર્વે થઇ ગયેલ પૃથુરાજાના રાજ્યમાં જયારે અનહદ અરાજકતા સાથે દુઃખ છવાતું રહ્યું ત્યારે ઋષિમુનિએ પૃથુરાજાને તપ કરી,સર્વ વિદ્યા સ્થપાક તેમજ તે મુજબ સર્જન કરવા સક્ષમ શ્રેષ્ઠિ શ્રી વિશ્વકર્મા પ્રભુને પ્રસંન્ન કરવા માટે કહ્યું હતું. પૃથુરાજાના કઠોર તપથી પ્રસંન થઈને વિશ્વકર્માજીએ રાજા અને તેમની પ્રજાના દુઃખ દૂર કરી સુખમાં વૃદ્ધિ કરી હતી. તેથી તેઓશ્રી પ્રત્યે પૂજ્યભાવે ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે દિવસ મહાસુદ તેરસનો હતો. તે પૂર્વે પણ શ્રી વિશ્વકર્માજીને રીઝવવાના પ્રયત્નો થયા હતા.અને તે દિવસ પણ તેરસનો જ હતો. તેથી સમગ્ર ભારતવર્ષમાં વિવિધ પ્રાંતોમાં આ દિવસ વિશ્વકર્મા જયંતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે.

ગુર્જર ક્ષત્રિય કડિયા , ગજ્જર (સુથાર), લુહાર , માળી , કુંભાર , સોની , કંસારા , કલાકાર , ચિત્ર , શિલ્પ , નૃત્ય , સંગીત વગેરે ક્ષેત્રે કલાના આરાધક હોય બધા વર્ગના માનવીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જન્મ અથવા તો કર્મથી મહાપ્રભુ શ્રી વિશ્વકર્માના વંશજ ગણવામાં આવે છે.કોઈ પણ નૂતન કાર્યના પ્રારંભમાં શ્રી વિશ્વકર્મા દાદાનું પૂજન-અર્ચન કરીને તેમના આશિષ મેળવતા હોય છે.વિશ્વકર્મા પ્રાગટય દિન પ્રસંગે તમામ કારીગર વર્ગ ધંધા-રોજગાર જ બંધ નથી રાખતા પરંતુ વિશ્વકર્મા દાદાએ આપેલ જ્ઞાનના ભંડાર સમા ઓજારોનું પણ પૂજન-અર્ચન કરી તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.

આ અવસરે વિવિધ ક્ષેત્રે કાર્યરત વેપારીઓ તેમજ કારીગર વર્ગોએ વિશ્વવંદનીય વિશ્વના રચયિતા શ્રી આદિનારાયણ વિશ્વકર્મા પ્રભુજીની જયંતીની ધર્મભીની અને ઉલ્લાસભેર ઉજવણી કરીને ધન્યતા અનુભવે છે.

Next Story