Connect Gujarat
દુનિયા

સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં સુષ્મા સ્વરાજે પાકિસ્તાનને આડે હાથ લીધુ

સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં સુષ્મા સ્વરાજે પાકિસ્તાનને આડે હાથ લીધુ
X

ભારતનાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે શનિવારે રાત્રે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં સંબોધન દરમિયાન પાકિસ્તાનને આડે હાથ લીધું હતુ.સુષ્મા સ્વરાજે હિન્દીમાં પોતાનું ભાષણ આપ્યુ હતુ. અને પાકિસ્તાન પર શાબ્દિક પ્રહારો કર્યા હતા, અને કહ્યુ હતુ કે જે દેશ સેંકડો નિર્દોષ લોકોની જાહેરમાં હત્યા કરતો હોય, તે આજે અહીં સદાચારનો પાઠ ભણાવી રહ્યો છે.

સુષ્મા સ્વરાજે ભાષણ દરમિયાન જણાવ્યુ હતુ કે પાકિસ્તાને આતંકવાદી સંગઠન બનાવ્યા, નિર્દોષ લોકોની હત્યા કરનાર પાકિસ્તાન અમને માનવાધિકાર પાઠ ભણાવી રહ્યું છે. વધુમાં સુષ્માએ ભારતે એઇમ્સ બનાવી, જે લોકોને જીંદગી આપે છે, પાકિસ્તાને આતંકી કેમ્પ પેદા કરીને લોકોને મોત આપી રહ્યુ છે.

સુષ્મા સ્વરાજે વધુમાં કહ્યુ હતુ કે જીએસટીનાં કઠોર નિર્ણયે એક રાષ્ટ્ર એક ટેક્સનું સપનું સાકાર કર્યું છે, અમે ગરીબીથી લડી રહ્યા છીએ, જ્યારે પાકિસ્તાન અમારી સાથે લડી રહ્યુ છે. ભારતે IIT, IIM, AIMS બનાવ્યા, પરંતુ પાકિસ્તાને હિજ્જબુલ, લશ્કર, આતંકીને તૈયાર કર્યા. વધુમાં આકરા શબ્દોમાં સુષ્મા સ્વરાજે પાકિસ્તાને હેવાનિયતની તમામ હદો પાર કરી હોવાનું જણાવ્યું હતુ.

Next Story