Connect Gujarat
ગુજરાત

સંશોધન કરતા ગૌમુત્ર માંથી મળ્યું સોનુ !

સંશોધન કરતા ગૌમુત્ર માંથી મળ્યું સોનુ !
X

જૂનાગઢ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં ચાર વર્ષથી હાથ ધરાયેલા રિસર્ચ બાદ ગીરની ગાયોના યુરિનમાંથી સોનુ મળી આવ્યાનો દાવો થયો છે.

યુનિવર્સિટીની ફુડ ટેસ્ટિંગ લેબમાં 400 ગીર ગાયોના યુરિન પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. આ રિસર્ચ દરમિયાન ગાયના પ્રતિ લીટર યુરિનમાંથી 3થી 10 ગ્રામ સોનુ મળી આવ્યું હોવાનો દાવો કરાયો છે. ગાયના યુરિનમાંથી તે ગોલ્ડ સોલ્ટના રૂપમાં મળી આવ્યું હતું.

યુનિવર્સિટીના બાયોટેક્નોલોજી વિભાગના પ્રમુખ બી.એ.ગોલકીયાએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે અત્યાર સુધી શાસ્ત્રોમાં જ ઉલ્લેખ હતો કે ગાયના યુરિનમાં ચિકિત્સકીય ગુણો સાથે સોનુ પણ હોય છે. પરંતુ તેના પર કોઇ વૈજ્ઞાનિક સંશોધન કરવામાં આવ્યું નહોતુ. તેથી, અમે 400 ગીર ની ગાયોના યુરિનનું સેમ્પલ લઇને સંશોધન કર્યું હતું.

ગોલકિયાના જણાવ્યા મુજબ ગાયના યુરિનમાંથી મળેલા સોનાને કેમિકલ પ્રોસેસથી ઘન સ્વરૂપમાં ફેરવી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે ગાયના યુરિનમાંથી 5,100 તત્વો મળી આવ્યા છે. જેમાંથી 388 તત્વો ઘણી બિમારીઓ માટે ચિકિત્સકીય ગુણ ધરાવે છે.

Next Story