Connect Gujarat
દુનિયા

સરકારે લિબિયા પ્રવાસ પર લાદ્યો સંપૂર્ણ પ્રતિબંધ

સરકારે લિબિયા પ્રવાસ પર લાદ્યો સંપૂર્ણ પ્રતિબંધ
X

સરકારે સોમવારે ભારતીય પ્રવાસીઓના લિબિયા પ્રવાસ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે. આ અંગે વિદેશી બાબતોના પ્રવક્તાએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે લિબિયામાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતીને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવાયો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે લિબિયામાં પ્રવર્તમાન યુદ્ધની પરિસ્થિતીને ધ્યાનમાં લેતા ભારતીય નાગરિકોની જિંદગી સામેના ખતરાને ટાળવા લિબિયા પ્રવાસનું આયોજન કરી રહેલા ભારતીયોના પ્રવાસ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બધી જ ઇમિગ્રેશન ઓથોરિટીસને તે પ્રમાણે નિર્દેશ આપી દેવામાં આવ્યા છે.

આ ટ્રાવેલ પ્રતિબંધ 3મે, 2016થી લાગુ કરી દેવામાં આવ્યો છે. જે આગામી આદેશ મુજબ યથાવત રહેશે.

Next Story