Connect Gujarat
ગુજરાત

સીંગતેલમાં ભાવ વધારાથી તહેવારની સીઝનમાં નાસ્તાનો સ્વાદ બનશે મોંઘો

સીંગતેલમાં ભાવ વધારાથી તહેવારની સીઝનમાં નાસ્તાનો સ્વાદ બનશે મોંઘો
X

તહેવારોની સીઝનમાં જ સીંગતેલ સહિતના ભાવો ભડકે બળતા નાસ્તાની મજા પર અસર વર્તાઇ રહી છે. તેલના ભાવ વધારા પાછળ સટોડિયાઓ અને મગફળીનું ઓછું ઉત્પાદન જવાબદાર હોવાનું કહેવિ રહ્યુ છે.

ચાલુ સપ્તાહે સીંગતેલમાં 15 લીના ડબ્બાના ભાવમાં રૂપિયા 60નો વધારો નોંધાયો હતો. જેના કારણે સીંગતેલના ડબ્બાના ભાવ 2000ની સપાટીએ પહોંચ્યા છે. જયારે ફરસાણમાં પણ વપરાતા કપાસિયા તેલના ભાવે પણ કૂદકો માર્યો છે અને ડબ્બા પર રૂપિયા 20નો ભાવ વધારો નોંધાયો છે.

ચોમાસાની મોસમમાં વરસાદ અનિયમિત રહેતા મગફળીના ઉત્પાદન પર તેની અસર વર્તાઇ રહી છે ત્યારે મગફળીના પાક માં પણ નોંધપાત્ર ઘટાડાના પગલે પણ તેલના ભાવો માં વધારો નોંધાય રહ્યો છે. ઉપરાંત સટોડિયાઓના કારણે સંગ્રહખોરીના પરિણામે પણ સીંગતેલના ભાવો વધી રહ્યા હોવાનું જાણકારો પાસેથી જાણવા મળ્યુ છે.

રાજકોટના સૌરાષ્ટ્ર ઓઇલ મિલ અસોસિએશન દ્વારા તેલના ભાવોને અંકુશમાં રાખવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેમજ રાજકોટ કલેકટર દ્વારા પણ તેલના ભળકે બળતા ભાવોને નિયંત્રણમાં લેવા માટે જરૂરી આદેશો કર્યા હોવાનું જાણવા મળ્યુ છે.

Next Story