Connect Gujarat
દેશ

સુપ્રિમમાં આજે લેવાશે મહત્વનો નિર્ણય, આધાર સહિત 6 મુદ્દે જાહેર કરાશે નિર્ણય

સુપ્રિમમાં આજે લેવાશે મહત્વનો નિર્ણય, આધાર સહિત 6 મુદ્દે જાહેર કરાશે નિર્ણય
X

ગત 10 મે નાં રોજ ચૂકાદો સૂરક્ષિત રાખવામાં આવ્યો હતો, સુપ્રિમે તમામ પક્ષકારોને સાંભળી લીધા છે

સુપ્રીમ કોર્ટ આજે આધાર કાર્ડ, નોકરીમાં પ્રમોશન સહિત 6 મુદ્દે નિર્ણય જાહેર કરશે. જેમાં આધાર કાર્ડની વાત કરીએતો આધારને ફરજિયાત કરવાના મામલે તમામ પક્ષોને કોર્ટે સાંભળી લીધા છે. ગત 10મે એ આ બાબતનો નિર્ણય લેવાયો હતો જેને સુરક્ષીત રાખવામાં આવ્યો હતો. 38 દિવસ સુધી ચાલેલી સુનાવણી પછી 10 મે ને પાંચ ન્યાયાધીશની બેચે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. ખંડપીઠના હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ એસ પુત્તસ્વામીની અરજી સહિત 31 અરજીઓ ઉપર સુનાવણી કરી હતી.

સુપ્રીમ કોર્ટ ગુજરાતના રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ મામલે પણ નિર્ણય સંભળાવશે. સુપ્રીમ કોર્ટ આજે નક્કી કરશે કે અપરાધિક કેસોમાં કોઈ સાંસદ કે ધારાસભ્ય કોર્ટ દ્વારા દોષી જાહેર થાય તો તેનું પદ તુરન્ત છીનવાશે કે કેમ. હાલતો આ આદેશ સદનના સચીવ જાહેર કરે છે.

આધારની માન્યતાને પડકાર આપતી એક અરજી ઉપર આજે સુપ્રીમ કોર્ટ નિર્ણય આપી શકે છે. પાંચ જજોની ખંડપીઠ આધાર ખાનગી અધિકારનું ઉલ્લંઘન થાય છે કે નહીં એ નક્કી કરશે. આ મામલામાં નિર્ણય આપનાર ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની અધ્યક્ષતા વાળી પાંચ સભ્યોની બેચમાં જસ્ટીસ એકે સિકરી, એએમ ખાનવિલર, ડીવાઇ ચંદ્રચૂડ અને અશોક ભૂષણનો સમાવેશ થાય છે. આધારની માન્યતાના મામલે સુપ્રીમ કોર્ટની સંવીધાનપીઠ નક્કી કરશે કે આધાર કાર્ડ ખાનગી અને મૌલીક અધિકારનો ઉલ્લંધન કરે છે કે નહી.

ચીફ જસ્ટીસ દીપક મિશ્રા, જસ્ટીસ એકે સિકરી, એએમ ખાનવિલર, ડીવાઇ ચંદ્રચૂડ અને અશોક ભૂષણ પાંચ સભ્યોની બેચ આ મામલે સુનાવણી કરશે. આ પહેલા સુપ્રીમ કોર્ટે આ વર્ષે મે મહિનામાં અને એનાથી સંકળાયેલા 2016ના કાયદાને બંધારણીય માન્યતાને પડકાર ફેંકતી અરજી ઉપર સુનાવણી પુરી કરી લીધી હતી. 10 મેના દિવસે થયેલી સુનાવણીમાં એટર્ની જનરલ કે કે વેણુગોપાલની ખંડપીઠે જાણકારી આપી હતી કે, સુનાવણીના સંદર્ભમાં આ બીજો સૌથી લાંબો મામલો બની ગયો છે.આ પહેલા 1973ના ઐતિહાસિક કેશવાનંદ ભારતી મામલો આટલો લાંબો ચાલ્યો હતો. સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવવા સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારોની દરેક યોજનાઓમાં આધારની ફરજિયાત ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો. જેમાં મોબાઇલ સિમ અને બેન્ક ખાતાનો પણ સમાવેશ થાય છે.

સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે આધાર નંબરો સાથે મોબાઇલ ફોન જોડવાનો નિર્ણયનો બચાવ કરતા કહ્યું હતું કે, જો મોબાઇલ ફોન ગ્રાહકોનું વેરિફિકેશન નહીં કરવામાં આવે તો તેને મુખ્ય અદાલતની અવગણના માટે જવાબદાર ગણાવશે. કોર્ટે કહ્યું હતું કે, સરકારના આદેશની ખોટી વ્યાખ્યા કરવામાં આવી મોબાઇલ વપરાશકર્તાઓ માટે આધાર અનિવાર્ય બનાવવા આને એક હથિયારના રૂપમાં ઉપયોગ કરવામાં આવ્યો.

Next Story