Connect Gujarat
દેશ

સુપ્રીમ કોર્ટ દ્વારા લોઢા કમિટિની ભલામણો હળવી કરવાના સંકેતઃ BCCI મળશે રાહત 

સુપ્રીમ કોર્ટ દ્વારા લોઢા કમિટિની ભલામણો હળવી કરવાના સંકેતઃ BCCI મળશે રાહત 
X

રાજ્યના એસોસિએશનો અને ભારતીય ક્રિકેટ બોર્ડ પણ તેને અનુસરવા મજબુર બન્યું હતું

ભારતીય ક્રિકેટ બોર્ડની વહિવટી પદ્ધતિ સામે અસંતોષ વ્યાપેલો હોઇ સુપ્રીમ કોર્ટે લોઢા કમિટિની નિયુક્તિ કરી હતી. લોઢા કમિટિએ પારદર્શકતા તરફ દિશાસુચન કરતા કડક છતાં અવ્યવહારૃ કહી શકાય તેવી કેટલીક ભલામણો કરી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા જ બનાવવામાં આવેલ ભૂતપૂર્વ 'કેગ' વિનોદ રાયના નેતૃત્વ હેઠળની વહિવટી પેનલે પણ આ ભલામણોનો કડક અમલ જારી કરી દીધો હતો.

જે તે રાજ્યના એસોસિએશનો અને ભારતીય ક્રિકેટ બોર્ડ પણ તેને અનુસરવા મજબુર બન્યું હતું.પણ કેટલાક એસોસિએશન તેની સામે કોર્ટમાં ગયા હતા. જે અંતર્ગત સુપ્રીમ કોર્ટે આજે લોઢા કમિટિની મહત્વની ભલામણોને પરત ખેંચવા તરફનું વલણ અપનાવ્યું છે. જેમાં એક રાજ્યમાંથી એક જ એસોસિએશન મત આપી શકે તેમજ એસોસિએશનના હોદ્દેદારોની ટર્મ બાબત લોઢા કમિટિએ જે નિર્ણયો લીધા હતા તે જરૃરી નથી તેવા નિર્દેશનો સમાવેશ થયો છે.

પસંદગી સમિતિના પાંચની જગાએ ત્રણ સભ્યો હોવા જોઈએ. તે ભલામણ પણ બદલીને ફરી અગાઉ જેવી સ્થિતિમાં લાવી શકાય તેમ છે. જો કે ૭૦ વર્ષથી વધુ વયના હોદ્દેદારો ના હોઇ શકે તે ભલામણ યથાવત રહી શકે તેમ છે. સુપ્રીમ કોર્ટનો આખરી હૂકમ અને નવી માર્ગદર્શિકા ૧૫ દિવસમાં બહાર પડશે તેમ લાગે છે.

Next Story