Connect Gujarat
ગુજરાત

સુરતથી વાપી વચ્ચે હોમએપ્લાયન્સીસનો મહિને ૩૦૦૦ કરોડનો બિઝનેસ

સુરતથી વાપી વચ્ચે હોમએપ્લાયન્સીસનો મહિને ૩૦૦૦ કરોડનો બિઝનેસ
X

ખરીદી માટે યંગ જનરેશનનો અભિપ્રાય લેવાતા અપગ્રેડેડ ચીજો તરફ આકર્ષણ વધ્યું

ઓનલાઇન અને મોર્ડન રીટેઇલરો સાથે સ્પર્ધા છતાં ૪૫૦થી વધુ જનરલ ટ્રેડર્સ ૭૦ ટકા ધંધો મેળવી રહયા છે

વોશીંગ મશીન, રેફ્રીજરેટર સહિતની હોમ એપ્લાયન્સીસમાં યંગ જનરેશનનો અભિપ્રાય ખરીદી માટે લેવાતો હોવાને કારણે અપગ્રેડેડ ચીજવસ્તુઓ તરફનું આકર્ષણ વધ્યું છે. સુરતથી વાપી સુધીનું હોમ એપ્લાયન્સીસનું રૂા.૩૦૦૦ કરોડનું બજાર છે. નવા-નવા કસ્બા શહેરોનું નવું બજાર ઉભું થયું છે એમ હોમ એપ્લાયન્સીસ-ઇલેકટ્રોનિક્સ આઇટમોના વેપાર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું.

યંગ જનરેશન અપગ્રેડેડ પ્રોડક્ટ માટે અગ્રહ રાખતી હોવાથી પસંદગી એક મહત્વનું પાસું બની રહે છે. તેથી જ વોશીંગ મશીન, રેફ્રીજરેટર સહિતની ચીજોનું માર્કેટ પહેલા કરતા સારું એવું વધ્યું છે. અને નવા-નવા સ્થળો બજાર તરીકે ઉભરી રહયા છે એમ અડાજણના અનિલભાઇ જેતવાણીએ વાતચિતમાં જણાવ્યું હતું. અત્યારે જિલ્લામાં કામરેજ, કડોદરા અને બારડોલી તથા દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને વાપી જેવા કેન્દ્રોમાં સારો વેપાર ચાલી રહયો છે. જનરલ ટ્રેડર્સ માટે અત્યારનો આ સમય ટ્રાન્ફોર્મેશનનો છે.

સુરતથી વાપી સુધીમાં ઇલેકટ્રોનિકસ-હોમ એપ્લાયન્સીસની ૪૫૦થી વધુ દુકાનો છે અને દર મહિને રૂા.૩૦૦૦ કરોડનો વેપાર થઇ રહયો છે. ઓનલાઇન અને મોર્ડન રિટેઇલરોની સામે સ્પર્ધા હોવા છતાં ૭૦ ટકા ધંધો જનરલ ટ્રેડર્સ મેળવી રહયા છે. મોર્ડન રિટેઇલરો પાસે ૧૫ ટકા જેટલો અને ઓનલાઇનનો ૧૦થી ૧૨ ટકા ધંધો હોવાનો અંદાજ છે.

એરકન્ડીશન, રેફ્રીજરેટર અને વોશીંગ મશીનની ખરીદીમાં અપગ્રેડેડ મોડલનો આગ્ર રખાય છે. સ્માર્ટ યંગ જનરેશન પ્રોડક્ટ પણ સ્માર્ટ હોય તેવું ઇચ્છે છે અને સારું શું છે ? તે પહેલા જોવાતું હોય છે. જોકે, જીએસટી આવ્યા પછી કામકાજો ઘટયા હતાં. પણ હવે ધંધો એક ગતિમાં આવી ગયો છે. ગ્રાહકોના 'ટચ એન્ડ ફીલ'ના વલણને કારણે ઓનલાઇન વેપાર સામે પણ જનરલ ટ્રેડર્સને ધંધો વધી રહયો છે

જીએસટી અમલમાં આવ્યા બાદ ઇલેકટ્રોનિક્સ ગુડ્ઝના દરોમાં ૧૦ ટકાનો (૨૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા) ઘટાડો કરવામાં આવ્યા પછી ચીજવસ્તુઓનું વેચાણ વધ્યું છે. વડોદરાથી વાપી વિસ્તારમાં આજે દર મહિને ૩૫ થી ૪૦ હજાર જેટલા રેફ્રીજરેટર અને ૨૦થી ૨૨ હજાર વોશીંગ મશીનો વેચાઇ રહયા છે. રેફ્રીજરેટરમાં વીસેક ટકા અને વોશીંગ મશીનોના વેચાણમાં ૧૮ ટકા વૃધ્ધી થઇ છે. ઓનલાઇન અને મોર્ડન ટ્રેડના વેપારની અસર જનરલ ટ્રેડર્સ પર એટલી આવી નથી. ગ્રાહકોને સામન્ય રીતે 'ટચ એન્ડ ફીલ'નું વલણ હોવાથી જનરલ ટ્રેડર્સનો ધંધો હજુ જળવાઇ રહયો છે અને ધંધો વધી પણ રહયો છે.

Next Story