Connect Gujarat
ગુજરાત

સુરત: ગરીબીમાં ઉછરેલા પ્રવીણ વાનખેડેની વિકલાંગ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં થઈ પસંદગી

સુરત: ગરીબીમાં ઉછરેલા પ્રવીણ વાનખેડેની વિકલાંગ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં થઈ પસંદગી
X

સુરત વરાછા અર્ચના સર્કલ પાસે રહેતા અત્યંત ગરીબી માં ઉછરેલા પ્રવીણ વાનખેડે ની વિકલાંગ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ માં પસંદગી થઈ છે.

સુરત મહાનગર પાલિકા આવાસ મા રહે પ્રવીણ વાનખેડે પરિવાર ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન વાનમાં કામ કરે છે. પ્રવીણ વાનખેડેની વિકલાંગ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં પસંદગી થઈ છે. 12 માર્ચના રોજ ઇન્ટરનેશનલ T20 ક્રિકેટ મેચમાં પ્રવીણનું ઇન્ડિયા વતી નેપાલ ની ટિમ વિરુદ્ધ રમવાનો છે.

પ્રવીણ ગજ્જબ ની બોલિંગ અને બેટિંગ કરે છે. ગરીબ પરિવારમાં જન્મેલો પ્રવીણ નાનપણથી ક્રિકેટ રમવાનો ખૂબ જ શોખીન હતો ગેસ બાટલાની ડીલેવરીમાં કામ કરતો હતો ઇન્ટરનેશનલ લેવલે ક્રિકેટ રમવાનું પ્રવીણનું સપનું હતું આઠ વર્ષ પહેલાં પ્રવિણનું અકસ્માત થતાં પ્રવીણનો પગ ટેમ્પોની આવી જતા પગ ગુમાવવો પડ્યો હતો. પ્રવીણને લાગ્યું કે મારા સપના પર પાણી ફેરવી ગયું કારણ પ્રવીણ કાયમ માટે દિવ્યાંગ થઈ ગયો હતો. તે છતાં પ્રવણે હિંમતભેર ક્રિકેટની રમત ચાલુ રાખી હતી. આજે તેની વિકલાંક ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં પસંદગી થતા.તેણે સુરત સહિત ગુજરાતનું નામ રોશન કર્યું છે.

દિવ્યાંગ પ્રવીણ ક્રિકેટ રમતો હતો એ દરમીયા લોકો એની પર હસતા હતા પ્રવીણએ આવી સ્થિતિ જોઈને વધુ મહેનત કરતા હતા જ્યારે આજે પ્રવીણ નું ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતમાં એનું સિલેક્શન થતા પ્રવીણ તેમજ પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે જ્યારે પ્રવીણ ને જોઈને એક કહાવત છે મહેનત કા ફલ એક દિન જરૂર મિલતા હૈ આજે પ્રવીણને એના મહેનતનું ફળ મળ્યું છે દિવ્યાંગ પ્રવીણ વાનખેડે ઇન્ટરનેશનલ મેચ જીતવાનું સ્વપ્ન છે ભારતીય ક્રિકેટ ટીમમાં સચિન તેંડુલકર ને આદર્શ માને છે.

Next Story