Connect Gujarat
ગુજરાત

સુરત : પાંડેસરામાં યુવાન પર કરાયો ઘાતંકી હુમલો

સુરત : પાંડેસરામાં યુવાન પર કરાયો ઘાતંકી હુમલો
X

યુવાન સારવાર હેઠળ, હાલત નાજુક

સુરત પાંડેસરાના ગણપત નગરમાં એક યુવાન પર કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા ઘાતક હુમલો કરાતા સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાવા પામી છે.

ઘટનાની પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારના ગણેશ નગર ખાતે ગણેશ સાહને નામના યુવાન ઉપર કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરાયો હતો.અચાનક હુમલો કરી અજાણ્યા હુમલા ખોરો ફરાર થઇ ગયા હતા.ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે દહેશતનું વાતાવરણ ફેલાયું હતું.

[gallery td_select_gallery_slide="slide" size="full" ids="59568,59569,59570,59571"]

આ ઘટનામાં ઘાયલ યુવાન ને તત્કાલ સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જયાં હાલમાં સારવાર હેઠળ આ યુવાન જીવન મરણ વચ્ચે નાજુક હાલતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ ટિમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને યુવાન ઉપર ઘાતક હુમલો કરી ફરાર અજાણ્યા ઈસમો કોણ હતા? કયા કારણોસર હુમલો કર્યો ? વિગેરે તમામ બાબતની તપાસ સાથે ફરાર અજાણ્યા હુમલાખોરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

Next Story