Connect Gujarat
ગુજરાત

સુરત : પાંડેસરા અને ભેસ્તાનના ગુજરાત હાઉસીંગ બોર્ડના આવાસો જર્જરીત

સુરત : પાંડેસરા અને ભેસ્તાનના ગુજરાત હાઉસીંગ બોર્ડના આવાસો જર્જરીત
X

સુરતના પાંડેસરા અને ભેસ્તાન આવેલા ગુજરાત હાઉસિંગના આવાસો જર્જરીત થઈ ગયા હોવાના કારણે ખાલી કરવા નોટીસ આપવામાં આવતાં સ્થાનિક રહીશો મોરચો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યો હતો. તેમણે આવાસોના બદલામાં રહેવાની યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગણી કરી છે.

પાંડેસરા અને ભેસ્તાન વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગના આવાસો ટુંક સમયમાં જર્જરીત થઈ ગયા છે ત્યારે આ આવાસોનું પીપીપી ધોરણે રીપેરીંગ કરવા માટે મહા નગર પાલિકા દ્વારા નોટીસ પાઠવી ખાલી કરવા જણાવવામાં આવ્યું છે. આવાસોના રહિશો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. રહિશોએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ફાળવાયેલા એલઆઈજી આવાસોમાં મકાનો ખૂબ જ ટુંક સમયમાં જર્જરીત જેવી હાલત થઈ ગઈ છે. જેના પગલે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પીપીપીના ધોરણે રિડેવલપમેન્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. પાલિકા કોઈ જાનહાની ન થાય તે માટે ઉતાવળ કરે છે તે વ્યાજબી છે અને દરેક ટાવરમાં નોટીસ આપી ખાલી કરવા જણાવવામાં આવ્યું છે. જોકે, ગુજરાત સરકારના સહયોગથી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તો રોડ પર રહેવાનો વારો ન આવે તેવી તેમની માંગણી છે.

Next Story