Connect Gujarat
ગુજરાત

સુરત : રીક્ષાચાલક ટ્રાફિક દંડથી હેરાન થઈ જતા ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

સુરત : રીક્ષાચાલક ટ્રાફિક દંડથી હેરાન થઈ જતા ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
X

સુરતના

નાનપુરા વિસ્તારમાં રીક્ષાચાલકે ટ્રાફિક દંડથી હેરાન થઈ જતા ગળે ફાંસો ખાઈ

આત્મહત્યા કરી લીધી છે. રીક્ષા ચાલકે આત્મહત્યા પહેલા એક સુસાઇડ નોટ લખી પોતાની મોત માટે સરકારને જવાબદાર ગણાવી છે.

સુરત શહેરના નાનપુરા મક્કાઇપુલ નજીક રહેતા 65 વર્ષીય સરફરાજ ઈબ્રાહીમ શેખ નામના રિક્ષાચાલકે ટ્રાફિકના દંડથી હેરાન થઈ ગળે ફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. રિક્ષાચાલકની પત્ની અને દીકરી દરગાહ પર ગયા હતા તે દરમ્યાન રિક્ષાચાલક ઘરમાં એકલો હતો. એકલતાનો લાભ લઇ પોતાના ઘરમાં પંખાને દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો હતો.

આર્થિક

પરિસ્થિતિથી કંટાળી અને ટ્રાફિકના દંડથી હેરાન શ્રમજીવી

રિક્ષાચાલકે સુસાઇડ નોટ પણ લખી હતી. સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, હું એક રિક્ષાચાલક છું. રિક્ષા

ચલાવીને મારા ઘર સંસારનું

પોષણ કરું છું, અત્યારે ખરાબ કાયદા બહાર પાડ્યા હોવાથી

રિક્ષાવાળા હેરાન થઈ ગયા છે. સુરત પોલીસ એક વાર રોકે એટલે 500 રૂપિયા દંડ કરે છે. રિક્ષાવાળો 5, 10 રૂપિયાથી 500 જમા કરી પોતાનો સંસાર ચલાવતો હોય છે. એમ 500 રૂપિયા દંડ ભરેતો તેનો સંસાર

કેવી રીતે ચલાવી શકે. મારી મોતની જિમ્મેદાર સરકાર છે. હકીકત વાત છે, જૂઠ્ઠી નહીં. આમ રિક્ષાચાલકે સુસાઇડ નોટ લખી

સરકાર પર ગંભીર આક્ષેપ મૂકી આત્મહત્યા કરી લેતા ભારે

ચકચાર મચી હતી.

Next Story