Connect Gujarat
ગુજરાત

સુરત સિવિલનાં તબીબની બેદરકારી, ઓપરેશન વખતે નાંખેલી નળી કાઢવાનું જ ભુલી ગયા

સુરત સિવિલનાં તબીબની બેદરકારી, ઓપરેશન વખતે નાંખેલી નળી કાઢવાનું જ ભુલી ગયા
X

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા નાગસેન નગર ખાતે રહેતા ગૌતમભાઈ બૈસાને એક ખાનગી બેંકમાં કલેક્શનનું કામ કરે છે. દોઢ વર્ષ પહેલાં તેમને પથરીનો દુઃખાવો થતાં નવી સિવિલમાં બતાવ્યું હતું. તબીબે ઓપરેશનની સલાહ આપતાં 27 સપ્ટેમ્બર 2016ના રોજ તેઓ ઓપરેશન માટે સિવિલમાં દાખલ થયા હતા. 3 ઓક્ટોબર 2016ના રોજ ઓપરેશન કરી 16 એમએમની પથરી બહાર કઢાઇ હતી. ત્યાર બાદ 9 ઓક્ટોબરે તેમને રજા આપી દેવામાં આવી હતી.

દોઢ વર્ષ પછી છેલ્લા પંદર દિવસથી તેમને દુ:ખાવો થતો હોવાથી મંગળવારે સર્જરી વિભાગમાં એકસ-રે અને સોનોગ્રાફી કરાવ્યા હતા. જેમાં સર્જરી વખતે નાંખેલી આ નળી કાઢવાની રહી ગઈ હોવાનું જણાયું હતું. જેના પગલે તબીબની ગંભીર બેદરકારી સામે આવી હતી.

સિવિલ

સ્ટેન્ટ તરીકે ઓળખાતી આ નળી દર્દીના શરીરમાં યુરીન વહન માટે નાંખવામાં આવે છે. પ્લાસ્ટિક જેવા મટીરીયલની બનેલી આ નળી દોઢથી બે મહિના બાદ શરીરમાંથી કાઢવાની હોય છે. રજા આપતી વખતે નળી નાંખ્યા અંગે દર્દીને જણાવવું જરૂરી હોય છે. ડિસ્ચાર્જ કાર્ડ ઉપર પણ તેનો ઉલ્લેખ કરવો જરૂરી છે.

દર્દી ગૌતમ ભાઈ એ આક્ષેપ કર્યો હતો કે ઓપરેશન બાદ નળી બાબતે ડોક્ટરે કંઇ જ ન કહ્યું ડોક્ટરે નળી નાંખી હોવા બાબતે અને પરત ક્યારે કાઢવી પડશે તે અંગે તેમણે કંઈક પણ માહિતી ન અપાઈ હતી ડોક્ટર તેમને જણાવ્યુંહોવાનું કહે છે. કોઈ મોટી તકલીફ નથી ગુરુવારે નાની સર્જરી કરી નળી કાઢી લઈશું.

Next Story