Connect Gujarat
ગુજરાત

સેમી બુલેટ ટ્રેન T-18નું નામ હવે વંદે ભારત એક્સપ્રેસ કરવામાં આવશે , PM મોદી કરશે ઉદ્ધાટન

સેમી બુલેટ ટ્રેન T-18નું નામ હવે વંદે ભારત એક્સપ્રેસ કરવામાં આવશે , PM મોદી કરશે ઉદ્ધાટન
X

ભારતમાં પ્રથમ વાર બનાવવામાં આવેલી એન્જિન વગરની બુલેટ ટ્રેન T-18ને વંદે ભારત એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું છે. જેની જાહેરાત રેલ મંત્રી પીયૂષ ગોયલ દ્વારા કરવામાં આવી છે. ચેન્નઇના ઇન્ટીગ્રલ કોચ ફેક્ટ્રીમાં બનાવવામાં આવેલ આ ટ્રેન દિલ્હી અને વારાણસી વચ્ચે 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવાશે . આ ટ્રેનનું ઉદ્ધાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે .

આ ટ્રેન ક્યારથી થશે તેની હજુ જાહેરાત બાકી છે. બીજી બાજુ તામિલનાડુમાં પીએમ મોદીએ T-18ના વખાણ કરતા કહ્યું કે, આ ટ્રેનને ડેવલોપ કરવાનો શ્રેય તામિલનાડુને જાય છે.

તામિલનાડુમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, સમય આવી ગયો છે T-18 દેશના લોકોને હાઇ સ્પીડ કનેક્ટિવિટી આપશે. તેમણે કહ્યું કે, ટ્રેનને લઇને દુનિયાના બીજા દેશોએ પણ રસ દાખવ્યો છે. જો કે આ ટ્રેનનું મોટા પ્રમાણમાં ઉત્પાદન શરૂ થશે અને આનાથી તામિલનાડુના યુવાનોને મોટા પ્રમાણમાં રોજગારી પણ અપાશે

Next Story