Connect Gujarat
ગુજરાત

સ્કુલોમાં ૧મે થી ૪ જુન સુધી ઉનાળુ વેકેશન રાખવા સરકરાનો પરિપત્ર

સ્કુલોમાં ૧મે થી ૪ જુન સુધી ઉનાળુ વેકેશન રાખવા સરકરાનો પરિપત્ર
X

ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં ૧લી મેથી ઉનાળુ વેકશનનો પ્રારંભ થશે, સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્રારા તમામ ડીઈઓ અને ડીપીઓનું પરિપત્ર કરીને ઉનાળુ વેકેશન માટે સરકારના પરિપત્રનો અમલ કરાવવા આદેશ કરાયો છે.

પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્રારા કરાયેલા પરીપત્ર અનુસાર રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં ઉનાળુ વેકેશનના દિવસો ૩૫ રાખવાના રહેશે, જે મુજબ ૧લી મે થી ૪ જુન ૨૦૧૭ સુધીનું ઉનાળુ વેકેશન રાખવાનું રહેશે, જયારે ૫મી જુનથી રાબેતા મુજબ શાળાઓ શરુ થશે.

Next Story