Connect Gujarat
ગુજરાત

હાંસોટ શાબીર કાનુગાની હત્યા બાદ અજંપાભરી શાંતિ સાથે ગામ પોલીસ છાવણીમાં ફેરવાયુ

હાંસોટ શાબીર કાનુગાની હત્યા બાદ અજંપાભરી શાંતિ સાથે ગામ પોલીસ છાવણીમાં ફેરવાયુ
X

પોલીસે સામસામે પક્ષે બે ફરિયાદો નોંધીને શરુ કરી તપાસ

ભરૂચ જિલ્લામાં અતિસંવેદનશીલ ગણાતા હાંસોટમાં તારીખ 6 જુન મંગળવારની સાંજ રક્તરંજિત બની હતી, અને કોંગ્રેસના અગ્રણી અને નામચીન શાબીર કાનુગાની ગોળી મારીને હત્યા કરવામાં આવતા ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અને હાંસોટની શાળાઓ તેમજ બજારો પણ બંધ રાખવામાં આવ્યા છે, જ્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે, મૃતક શાબીરની દફન વિધિ સાંજના સમયે કરવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે.

હાંસોટમાં મંગળવારની સાંજે જૂથ અથડામણ થતા શાબીર કાનુગાના માથામાં ગોળી મારીને તેઓની હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ હાંસોટનું વાતાવરણ તંગ બની ગયુ હતુ. મૃતક શાબીર કાનુગાના ભાઈ સાદિક હુસેન અબ્દુલ સમદ કાનુગા રહેવાશી મલેકવાડા હાંસોટના ઓ એ નોંધાવેલ પોલીસ ફરિયાદ અનુસાર તેઓ અને તેમનો ભાઈ શાબીર કબ્રસ્તાન માંથી પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે આરોપીઓએ ગેરકાયદેસર મંડળી બનાવીને હથિયારો વડે શાબીર અને સાદિકને ઘેરી લીધા હતા, અને આરોપી હનીફ તથા અતિફ અને ઇસ્તિયાકે શાબીરને બાથમાં પકડી લીધો હતો, અને હનીફે પિન્ટુ ખોખરને શાબીરને ગોળી મારી દેવા માટે કહ્યુ હતુ, અને પિન્ટુએ શાબીરને માથામાં ગોળીમારી દઈને ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

ઈજાગ્રસ્ત શાબીરને સારવાર અર્થે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જયાં સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યુ હતુ.

વધુમાં પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યુ છે કે સાદિક કાનુગાના ભાઈ શાબીરે તેઓને આઠેક દિવસ અગાઉ કહ્યું હતુ કે હાંસોટ દારુલ ઉલુમના મુફ્તી અબ્દુલ્લા તથા સલીમ રાજનાઓએ શાબીરને મારી નાખવા માટેની સોપારી મહમદ શફી ઉર્ફે પપ્પુ ઇબ્રાહિમ ખોખરને આપી છે. કારણ કે શાબીરે મુફ્તી અબ્દુલ્લા દારુલ ઉલુમ હાંસોટના ઓ એ નાના બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતુ, જેનો વિરોધ ગામ લોકોને સાથે રાખીને કર્યો હતો, અને મુફ્તી અબ્દુલ્લાએ દારુલ ઉલુમ છોડવું પડયુ હતુ.

આ ઉપરાંત આરોપી સલીમરાજ સાથે જમીન વિવાદ ચાલતો હતો જેથી સલીમરાજ તથા મુફ્તી અબ્દુલ્લા સાથે મળીને અરહાનખાન યાવરખાન ઉર્ફે ટીપુ તથા યાવરખાન હબીબખાન ના ઓ એ શાબીરને મારી નાખવાનું પૂર્વ આયોજિત કાવતરું રચીને ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં દર્જ કરવામાં આવ્યું છે.

પોલીસે સાદિક કાનુગાની ફરિયાદ નોંધીને 14 આરોપીઓ હનીફ ઇબ્રાહિમ ખોખર, ઇસ્તિયાક હનીફ ખોખર, અતિક હનીફ ખોખર, ઇસ્માઇલ ઉર્ફે પિન્ટુ ઇબ્રાહિમ ખોખર , અહમદ રસુલ અકા, સાજીદ રસુલ અકા, મજીદ રસુલ અકા, શહમદ બસીર કાઉ, મકસુદ શબ્બીર અકા, અરહાન ખાન યાવરખાન, યાવરખાન હબીબખાન, તથા મુફ્તી અબ્દુલ્લા, સલીમરાજ , મહમદ શફી ઉર્ફે પપ્પુ ઇબ્રાહિમ ખોખર વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડની કલમ 143, 147 , 148 ,149 , 302, 102(બી) તથા આર્મ્સ એક્ટ 25 (1)એ, એ તથા GPAct 135 મુજબ ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ માટેના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

જ્યારે સામે પક્ષે સાજીત ગુલામ રસુલ શેખ રહે આંબલી ફળિયુ હાંસોટે પણ 13 જેટલા આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ પોતાના મોટા છોકરો આદિલ સાથે પોતાની બાઈક પર આવતા હતા ત્યારે આરોપી ખાલીદ ઇકબાલ ગામતના ઓ એ અન્ય સાથે મળીને લોખંડની પાઇપ સાજીત માથામાં મારી તેમજ તેઓના છોકરાને બાઈક સાથે રોડ ઉપર ફેંકી દઈને લાકડીના સપાટા, ધારીયા તેમજ લોખંડના ચકર વડે મારીમારીને ગંભીર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

જે ઘટના અંગે સાજીત શેખે 13 આરોપીઓ ખાલીદ ઇકબાલ ગામત, ફરીદ રહીમ ગામત , ઉમેર ખાલીદ ગામત, સોહેલ ખાલીદ ગામત, યાસીન ગામત, હમજા યાસીન ગામત ,આફતાબ યાસીન ગામત, ફૈઝલ સલીમ ગામત , ઇલ્યાસ ફરીદ ગામત , ઇમરાન ફરીદ ગામત ,તૌસીફ સઈદ મહારાજ, સાજીદ ઉર્ફે મુછછડ અને ઇન્ટુ ગામત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

હાંસોટ પોલીસ દ્વારા તેઓની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 143, 147, 148, 149, 324, 325, 506(2), 504 તથા GPAct 135 મુજબનો ગુનો નોંધીને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.કે.ધુળીયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Story