Connect Gujarat
ગુજરાત

હાઇકોર્ટના હુકમથી નારાજ અહેમદ પટેલે રાજયસભા ચૂંટણી મુદે સુપ્રિમમાં દાદ માંગી

હાઇકોર્ટના હુકમથી નારાજ અહેમદ પટેલે રાજયસભા ચૂંટણી મુદે સુપ્રિમમાં દાદ માંગી
X

રાજપુતની પીટીશન રદ કરવા માંગેલી દાદ હાઇકોર્ટે ફગાવતા હવે વડી અદાલતમાં કાનુની જંગ

વરીષ્‍ઠ કોંગી અગ્રણી અને ગુજરાતના રાજયસભાના એકમાત્ર મુસ્‍લિમ સભ્‍ય અહેમદભાઇ પટેલે હાઇકોર્ટના હુકમથી નારાજ થઇને સુપ્રિમ કોર્ટમાં દાદ માંગી છે. રાજયસભાની ચૂંટણીમાં પાંખી બહુમતીથી ચૂંટાયેલા અહેમદભાઇ પટેલ સામે પરાસ્‍ત થયેલા બળવંતસિંહ રાજપુતે અહેમદભાઇ પટેલની ચૂંટણી તથા જીત રદ કરવા હાઇકોર્ટમાં પીટીશન કરી હતી આ પીટીશન ગેરબંધારણીય છે તેવી માંગણી હાઇકોર્ટમાં કરી હતી પરંતુ આ અરજી ફગાવી દેવાતા હવે મામલો સુપ્રિમમાં પહોચ્‍યો છે.

ગત વર્ષે ભાજપના રાષ્‍ટ્રીય પ્રમુખ અમિતભાઇ શાહ, સ્મૃતિ ઇરાની ઉપરાંત ત્રીજી બેઠકમાં અહેમદભાઇ પટેલ વિજયી ઘોષીત થયા હતા ચુંટણી પરિણામ બાદ તુર્ત જ બળવંતસિંહ રાજપુતે હાઇકોર્ટમાં દાદ માંગી અહેમદભાઇ પટેલના વિજય અને ચૂંટણીને પડકાર્યો હતો. રાજપુતે હાઇકોર્ટમાં ચૂંટણી અને વિજયને પડકારીને જણાવ્‍યું છેકે ચૂંટણી પંચના નિર્ણયના કારણે તેમના બે ધારાસભ્‍યોના મતોની ગણત્રી કરી ન હતી જેથી ચૂંટણી રદ થવી જોઇએ.

અહેમદભાઇના વિજય અને ચૂંટણીને પડકારતી રાજપુતની રીટ પીટીશન સામે અહેમદભાઇ પટેલે દેશના સુપ્રસિધ્‍ધ ધારાશાસ્ત્રીઓને રોકી પીટીશન રદ કરવા દાદ માંગી હતી. જોકે નામદાર હાઇકોર્ટમાં અહેમદભાઇએ હાઇકોર્ટના ચુકાદાને સુપ્રિમમાં પડકારતા હવે રાજયસભાની ચૂંટણી મુદે દેશની વડી અદાલતમાં કાનુની જંગ જામશે.

Next Story