Connect Gujarat
બ્લોગ

હાલ ને ભેરુ...

હાલ ને ભેરુ...
X

નવું શાળા સત્ર શરૂ થઈ ગયુ . હા નાના નાના ભૂલકાં થી લઈ બૉર્ડ અને હાયર સેકેન્ડરી બૉર્ડ ના બાળકો આળસ ખંખેરી રોજ વહેલી સવારે ઊઠી દોડતા અને હાંફતા તૈયાર થઇ નીકળી પડે છે . માતા પિતા પણ જાણે પોતેજ શાળાના નવા સત્ર માં પ્રવેશ્યા હોઈ તેમ બધી તૈયારી થી લઈને ફાઇનલ એક્ઝામ ની ચિંતા માં લાગી જાય છે . સારું કહેવાય પ્રિ પ્લાંનિંગ તો હોવું જ જોઈએ બાળકો નું પણ અને વાલીઓ નું પણ અને તમારો ધ્યેય પણ ઊંચો હોવો જ જોઈએ .

પણ... અહીંયા મારુ મંતવ્ય રજુ કરું છું કે આજની શિક્ષણિક પદ્ધતિ પ્રમાણે જે શાળા કૉલેજ માં ભણાવવા માં આવે છે. તે જીવનમાં પ્રેક્ટિકલી કામ નથી આવતું. અને જે જરૂરી છે, એ આ સિસ્ટમમાં ભણાવવામાં નથી આવતું.

એક સેમિનારમાં વિવેકાનંદજીએ કહ્યું હતું કે, મારા દેશમાં મારે મારી પર્સનાલિટી, મારા સંસ્કારો અને મારી સંસ્કૃતિ નક્કી કરે છે. એક સમય હતો જયારે વિભિન્ન દેશના લોકો આપણી તક્ષશિલા અને નાલંદા વિદ્યાપીઠમાં ભણવા આવતા હતા. આજે આપણે દોડાદોડી કરીને લાખ્ખો રૂપિયા વેડફીને કેમ્બ્રિજ અને ઓક્સફર્ડમાં ભણવા જવાનો મોહ રાખીએ છીએ.... શા માટે ?

સ્વયં વિના પ્રીત નહિં..... નક્કી કરો કે મારે મસ્ત રેહવું છે. ખુશ રેહવું છે. સફળ થવું છે. કોન્ફિડેન્ટ બનવું છે...... હું પરફેક્ટ છું. હું સક્સેસફુલ છું. હું હેપી છું. ધ્યાન આપજો અહીંયા સક્સેસફુલનો અર્થ આર્થિક પ્રગતિ જ નથી કેહવા માંગતી. જો એમ હોત તો બુદ્ધ અને મહાવીરે ઘર અને ધન ના છોડ્યા હોત. સફળ એટલે પૂરતું જ્ઞાન, સંતોષ અને આનંદ.

આપણામાંથી કોઈ નથી જણાતું કે આપણે શું કરવા આવ્યા છીએ. આપણું લક્ષ્ય શું છે? આપણે શેમાં માહિર છીએ. પણ બસ આપણે દોડવું જ છે. બધા સાથે પણ યાર જરા થોભ. અંદર જો કાચબાને સંભાળ, તમને ખબર છે આપણું મન કાચબો છે. અને દિમાગ સસલું. જો તમે સસલાને માની ચાલસો તો દોડતા જ રેહશો. પણ જો કાચબાને સાંભળશો તો જીતશો. અહીંયા દરેક અર્જુન નથી કે બધાને આંખની કિકી જ દેખાય. કોઈકને એકલું ઝાડ જ દેખાય તો એને પકડો પણ જે છે તે જ પ્રેક્ટીકલી આપનાવો.

તમે કોઈને ના અનુસરો. પોતાની વિશેષતા શું છે. તેને મહત્વ આપો. દરેક અર્જુન કે બુદ્ધ ના હોય શકે. પણ દરેક પોતાના ઈચ્છીત ક્ષેત્રનો મહાવીર તો હોય જ.

હા હું વાત કરતી હતી શાળાના સત્રની. તો બધા નાના મોટા દરેકને મારી હૃદયી શુભકામના કે ખુબ આગળ વધો. પ્રગતિ કરો અને ફક્ત પોતાનું કે માતા પિતાનું જ નહિં પણ દેશનું ગૌરવ વધારો.

મારા અભિનંદન આપની સાથે છે.

Blog By : Dhruta Raval

Next Story