Connect Gujarat
લાઇફસ્ટાઇલ

હેપી બર્થ ડે ટુ માધુરી દિક્ષિત

હેપી બર્થ ડે ટુ માધુરી દિક્ષિત
X

આજે બોલિવૂડની 'ધક ધક ગર્લ' માધુરી દિક્ષિતનો જન્મદિવસ છે. માધુરીનો જન્મ 15, મે 1967માં મહારાષ્ટ્રમાં થયો હતો. માધુરીએ તેના અદભૂત ડાન્સ અને અભિનય ક્ષમતાના જોરે બોલિવૂડમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે.

math1

માધુરી દિક્ષિતે તેના કેરિયરની શરૂઆત 1984માં રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ 'અબોધ'થી કરી હતી. ફિલ્મ તો નિષ્ફળ ગઇ પરંતુ માધુરી વિવેચકોના વખાણ મેળવવામાં સફળ થઇ હતી. ત્યારબાદ 1988માં આવેલી ફિલ્મ તેજાબના કારણે માધુરીની ગણના સ્ટાર અભિનેત્રી તરીકે થવા લાગી હતી. તેજાબનું "એક દો તીન...." સોન્ગ ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. ત્યારબાદ માધુરીની અનેક સફળ ફિલ્મો આવી જેને દર્શકો અને વિવેચકો બંને દ્વારા વખાણવામાં આવી. આ ફિલ્મોમાં તેજાબ, સાજન, બેટા, ખલનાયક, અંજામ, હમ આપકે હૈ કૌન, દિલ તો પાગલ હૈ, દેવદાસ, લજ્જા વગેરેનો સમાવેશ થાય છે.

math

માધુરી દિક્ષિતે 6 ફિલ્મફેર એવોર્ડ મેળવ્યા છે અને 11 વાર ફિલ્મફેર એવોર્ડમાં તેમનું નોમિનેશન થયું છે. ભારત સરકારે માધુરી દિક્ષિતને પદ્મ શ્રી એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા.

માધુરીના ઘણાં ગીતો ખૂબ જ લોકપ્રિય થયા હતા જેમાં ધક ધક કરને લગા.., ચોલી કે પીછે ક્યા હૈ.., એક દો તીન..., અને આજા નચ લે વગેરેનો સમાવેશ થાય છે.

math2

Next Story