Connect Gujarat
બ્લોગ

ૐ શબ્દાય નમઃ

ૐ શબ્દાય નમઃ
X

તારીખ બીજી ઓક્ટોબર. બ્લોગના રીડર બિલકુલ એવુ ન માનતા કે હું મોહનચંદ કરમચંદ ગાંધી, બાપુ, મહાત્મા વિશે કંઈ વાત કરવાનો છુ. જેમની વાત કરવાનો છું એમને મારા જેટલો જ બાપુ પ્રત્યે આદર હશે જ !

એક યુવાન કે જે સાબરકાંઠાના ઇડર તાલુકાના વડાલી ગામમાં વર્ષ ૧૯૬૪ માં બીજી ઓક્ટોબર જન્મ્યો હતો. પિતાશ્રી દુર્ગેશભાઈ જોષી, માતા વાસંતીબહેન.

ડિપ્લોમા સિવિલ એન્જિનીયર થયો. ઇંટ, ચૂનો, પથ્થર, રેતી અને સિમેન્ટ ક્રોકીંટના જંગલોમાં જીવ ગુંગળાયો અને શબ્દોનું શરણ લઈ, ૐ શબ્દાય નમઃ મંત્રને સિઘ્ધ કરી માં સરસ્વતીની કૃપા વરસી, માસ્ટર ઓફ આર્ટ્સ એમ.. કર્યું. કવિ થયો. ગઝલકાર થયો. સાહિત્યના કવિસંમેલન, મુશાયરામાં સંચાલક બન્યો. ‘કાગળને પ્રથમ તિલક’ એનો પ્રથમ કાવ્યસંગ્રહ, બે પંક્તિના ઘરમાં લેટેસ્ટ પુસ્તક. ગુજરાતી ભાષાની અસ્મિતાને યુ.કે., યુ.એસ.., દુબઈ, મસ્તકમાં ગુજંતરતી સમાજમાં ઉજાગર કરી. મોહમયી નગરી મુંબઈના દહીસરમાં રહીને ગુજરાતી ભાષાના પ્રથમ હરોળના સર્જકો સાથે ઘરોબો કેળવી પોતાની આંગળી જગ્યા અને ઓળખ બનાવી. કવિ મુકેશ જોષી, શુક્રવાર, તા.૧૮મી નવેમ્બર ૨૦૧૬ ભરૂચમાં હતા. શ્રી કૃષ્ણ વંદે જગતગુરુમ વિષય પર એક પીઢ કથાકારની જેમ વક્તવ્ય આપ્યુ.

Next Story