Connect Gujarat
Featured

ધોરણ 10 અને 12ની સીબીએસઈ બોર્ડની પરીક્ષાને લઈ મોટો નિર્ણય; ધો. 10ની પરીક્ષા રદ તો ધો.12ની સ્થગિત

ધોરણ 10 અને 12ની સીબીએસઈ બોર્ડની પરીક્ષાને લઈ મોટો નિર્ણય; ધો. 10ની પરીક્ષા રદ તો ધો.12ની સ્થગિત
X

કોરોના વાયરસના કારણે ધો.10 અને 12ની સીબીએસઈ બોર્ડની પરીક્ષાને લઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સીબીએસઈ દ્વારા ધો.10 પરીક્ષા કેન્સલ કરવામાં આવી છે અને 12માની પરીક્ષા પાછળ ઠેલવામાં આવી છે. 12માની પરીક્ષાની નવી તારીખે 1 જૂને રિવ્યૂ મીટિંગ કરીને જાહેર કરાશે. પીએમ મોદી સાથે આજની બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો.

શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું, ધો.10ના વિદ્યાર્થીઓને ઈન્ટરનલ એસેસમેન્ટ દ્વારા પ્રમોશન આપવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીને એસેસમેન્ટથી સંતોષ નહીં હોય તો તે કોવિડ-19ની સ્થિતિ સામાન્ય થયા બાદ પરીક્ષા આપી શકશે. આ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા વાડ્રા, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતાઓએ કોરોના વાયરસ સંક્રમણને લઈ સીબીએસઈ પરીક્ષા રદ્દ કરવાની માંગ કરી હતી.

સીબીએસઈએ પહેલા જાહેર કરેલા કાર્યક્રમ મુજબ પરીક્ષાઓ ચોથી મેથી 10 જૂન સુધી યોજાવાની હતી. ડેટ શીટ મુજબ 10માં અને 12માં ધોરણની પરીક્ષાઓ 4 મેથી શરૂ થવાની હતી. 10માંની પરીક્ષા 7 જૂન સુધી જ્યારે 12માંની પરીક્ષા 11 જૂન સુધી યોજાવાની હતી. પરીક્ષા ઓફલાઈન યોજાવાની તૈયારી કરવામાં આવી હતી અને પેપરમાં 33% ઈન્ટરનલ ચોઈસ આપવાની હતી. પરીક્ષાનો સિલેબસ પણ 30% જ કરવામાં આવ્યો હતો.

ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે વર્તમાન પરિસ્થિતિ જોતાં તમામ સરકારી કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યા છે. હાલની પરિસ્થિતિમાં મે મહિનામાં સ્કૂલની પરીક્ષા લેવી શક્ય નથી, જેથી 1થી 9 ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે અને ધોરણ 10 અને 12ની પરીક્ષા મે મહિનામાં નહિ, પરંતુ જૂન મહિનામાં લેવામાં આવે. નવું વર્ષ પણ જૂન મહિનાથી શરૂ થશે અને 240 દિવસ શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે, ભણતર પૂરા દિવસો ના મળી રહે, તેથી તાત્કાલિક માસ પ્રમોશનની જાહેરાત કરવાની માગણી કરવામાં આવી છે.

Next Story