ગુજરાત રાજ્યમાં આજે 1136 કેસ નોધાયા, 1201 દર્દીઑ થયા સાજા

ભાવનગર જિલ્લામા આજે ૧૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, ૨૮ દર્દીઓ બન્યા કોરોનામુક્ત
New Update

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના વધુ 1136 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે વધુ 7 દર્દીના મોત થયા છે. જ્યારે 1201 દર્દીઑને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,64,121 પર પહોંચી છે.અને સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3670 થયો છે. રાજ્યમાં હાલ 14,143 એક્ટિવ કેસ છે, જ્યારે 1,46,308 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 72 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,071 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આજે 1136 નવા નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 167, અમદાવાદ કોર્પોરેશનમાં 163, વડોદરા 79, રાજકોટ કોર્પોરેશન 71, સુરતમાં 64, મહેસાણા 47, જામનગર કોર્પોરેશન 40, વડોદરા કોર્પોરેશન 40, રાજકોટ 37, નર્મદા 34, સાબરકાંઠા 33, પાટણ 27, સુરેન્દ્રનગર 26, અમરેલી 25, જામનગર 25, કચ્છ 22, ગાંધીનગરમાં 20 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે 7 દર્દીઑના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1, છોટા ઉદેપુરમાં 1, રાજકોટમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1 અને સુરત કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં આજે કુલ 1201 દર્દી સાજા થયા હતા અને 52,923 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 55,85,445 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.15 ટકા છે.

#Connect Gujarat #CMO Gujarat #COVID19 #CM Vijay Rupani #DyCM Nitin Patel #gujarat covid19 #jayanti ravi
Here are a few more articles:
Read the Next Article