સેવા સંકલ્પ અભિયાન-2026 અંતર્ગત ભરૂચ જિલ્લામાં યોજાયેલા સેવા સેતુ 2.1 કાર્યક્રમો જનકલ્યાણનું અસરકારક માધ્યમ બન્યા છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રની કામગીરીથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કુલ 1,38,600 અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.

જિલ્લાના 9 તાલુકાઓમાં 52 ગ્રામ્ય સેવા સેતુ કાર્યક્રમો યોજાયા હતા. તેમાં પ્રાપ્ત થયેલી 1,18,752 અરજીઓમાંથી 1,18,747 અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.તેવી જ રીતે, ચાર નગરપાલિકા વિસ્તારોમાં યોજાયેલા 6 શહેરી સેવા સેતુ કેમ્પોમાં પ્રાપ્ત થયેલી તમામ 19,853 અરજીઓનો 100 ટકા નિકાલ કરવામાં આવ્યો હતો.
આમ, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કુલ 1,38,605 અરજીઓમાંથી 1,38,600 અરજીઓનો હકારાત્મક નિકાલ કરી નાગરિકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ પૂરો પાડવામાં આવ્યો હતો.
