અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

મ્યુન્સિપલ હોસ્પિટલ ખાતે આયોજન

હાર્ટ ચેકઅપ કેમ્પ યોજાયો

નિષ્ણાંત તબીબોએ આપી સેવા

જરૂરિયાતમંદોએ લીધો લાભ

અંકલેશ્વર મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે ભરૂચની મેપલ હોસ્પિટલ દ્વારા ફ્રી હાર્ટ ચેકઅપ કેમ્પ યોજાયો; ૫૦થી વધુ લોકોએ લીધો લાભ.

અંકલેશ્વર મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે ભરૂચની જાણીતી મેપલ હોસ્પિટલના સહયોગથી હૃદય રોગ નિદાન અને સ્વાસ્થ્ય તપાસ કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન ઉપસ્થિત નાગરિકો માટે ECG ચેકઅપ, ડાયાબિટીસ તપાસ તેમજ બ્લડ પ્રેશર (BP) ચેકઅપ જેવી ફ્રી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.​

આ કેમ્પમાં અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી ચેરમેન રાહુલ વામઝા, ડિસ્પેન્સરી કમિટીના ચેરમેન દિક્ષિતાબેન રાણા, મ્યુનિસિપલ હોસ્પિટલના ડૉ. દિવ્યેશ જીનઝાલા, નગરપાલિકાના સભ્યો, સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં અંકલેશ્વરના સ્થાનિક રહીશો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.​કેમ્પ દરમિયાન ૫૦થી વધુ જરૂરિયાતમંદ લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ચેકઅપ કરાવીને આ નિદાન કેમ્પનો લાભ લીધો હતો.