Connect Gujarat
દુનિયા

17મે, વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન ડે: BSNL પણ કરી રહ્યું છે ઉજવણી

17મે, વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન ડે: BSNL પણ કરી રહ્યું છે ઉજવણી
X

આજે વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન ડે છે જેની થીમ આઇસીટી એન્ટરપ્રિન્યોરશીપ ફોર સોશિયલ ઇમ્પેક્ટ રાખવામાં આવી છે.

આ દિવસે આપણા જીવનના એક મહત્વના અંગ બની ગયેલા કોમ્યુનિકેશનના ક્રમિક વિકાસની ઉજવણી કરવામાં આવે છે. તેનો હેતુ લોકોમાં કોમ્યુનિકેશન કેટલું મહત્વપૂર્ણ છે તેની જાગૃતતા ફેલાવવા તેમજ આ ક્ષેત્રે ટેક્નોલોજીમાં વિકાસ માટે ઉત્તેજન આપવાનો છે. દર વર્ષે 17મેના રોજ વિશ્વમાં સૌપ્રથમ થયેલ ટેલિગ્રાફ કન્વેન્શનના પ્રતિક રૂપે વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન ડેની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વમાં ટેલિફોનની શોધ 1865માં થઇ હતી. જ્યારે સૌપ્રથમવાર 1957માં સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો હતો.

આજે વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન દિવસની ઉજવણી બીએસએનએલ પણ કરી રહ્યું છે. બીએસએનએલ દ્વારા ગ્રાહકો માટે વિવિધ સ્કીમોની શરૂઆત કરાઇ છે. જેમાં બ્રોડ બેન્ડની સુવિધા તેમજ લેન્ડલાઇનથી નાઇટ ફ્રી કોલિંગની સુવિધાનો સમાવેશ થાય છે.

Next Story