/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/04/3-2.jpg)
મધ્ય પ્રદેશના કેટલાક ખેડૂતોના ઘરમાં આજુ સુધી વીજળી પહોંચી નથી, એવા ખેડૂતોને રાજ્યના મુખ્યમંત્રી સોલર પંપની યોજના અંતર્ગત સબસિડી દ્રારા સોલર પંપ આપવામાં આવશે, મ.પ્ર ઉર્જા વિકાસ નિગમ એક સાથે 18 હજાર ખેડૂતોને સોલર પંપ આપવા જઈ રહી છે, જેમાં 3 હજાર જેટલા ખેડૂતો આ યોજનામાં ભાગ લેવા આગળ આવ્યા છે, ઉલ્લેખનીય છે કે આ યોજનામાં 4 મે થી ખેડૂતોને સોલર પંપ આપવામાં આવશે.
ઉર્જા વિકાસ નિગમના અધ્યક્ષ વિજેન્દ્ર સિંહ સિસૌદિયા અને પ્રબંધ સંચાલક મનુ શ્રીવાસ્તવ એ મંગળવારના રોજ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ઉર્જા નિગમ આ યોજના માટે ટેન્ડર ની પક્રિયા શરૂ કરી દીધી છે, અને કંપનીની જીમ્મેદારી હશે કે તે સોલર પંપ સ્થાપના થી લઈ 5 વર્ષ સુધી તેજ મેન્ટન્સ કરશે, 18 હજાર સોલર પંપ એક સાથે આપવાની યોજના છે. એની પહેલા દેશમાં સૌથી વધારે 11 હજાર સોલર પંપ છત્તીસગઢમાં ગયા વર્ષમાં આપવામાં આવ્યા હતા.
એમડી શ્રીવાસ્તવ એ મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 3 લાખ 41 હજાર 330 રૂપિયા ની કિંમત ના 3 હોર્સ પાવર ની ડીસી પંપ ને 10 ટકા એટલે 34 હજાર રૂપિયા ખેડૂતોએ આપવા પડશે, 4 લાખ 53 હજાર 680 રૂપિયા ના 5 હોર્સ પાવરની ડીસી પંપના 15 ટકા એટલે 68 હાજર રૂપિયા ખેડૂતો એ આપવા પડશે, 15 એપ્રિલ થી શરૂ થઈ આ યોજનામાં ખેડૂતો 15 મે સુધી નામ નોંધાવી શકે છે, જેમાં 2700 જેટલા ખેડૂતો નું નામનું આવેદન આવી ગયું છે.