New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
ભારતીય મજદૂર સંઘ દ્વારા આયોજન કરાયુ
બેઠકમાં સરકાર સામે આંદોલનની જાહેરાત
આંગણવાડી કર્મચારીઓના પડતર પ્રશ્ને વિરોધ
ગાંધીનગરમાં યોજાશે રેલી
અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ખાતે મળેલ બેઠકમાં ભરૂચ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્ને સરકાર સામે આંદોલનની જાહેરાત કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘ દ્વારા આંગણવાડી બહેનોના પ્રશ્નો માટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં 4 ઓગસ્ટના રોજ રેલી અને જાહેર સભા કરી નારી શક્તિ પરચો દેખાવડા નિર્ણય કરવામાં આવ્યો છે.જે અંગે માહિતી આપવા આજરોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. શોપિંગ સેન્ટર ખાતે ભરૂચ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘ દ્વારા બેઠક યોજાઇ હતી.જેમાં આંગણવાડી બહેનોને બી.એલ.ઓ.ની કામગીરીમાંથી મુક્તિ આપવા,ગુજરાત વડી અદાલતના ચુકદાનું અમલીકરણ કરવું, ઉંમરના બાઘ વિના આંગણવાડી બહેનોની બઢતી આપવી અને વર્કરની હેલ્પરની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવી સહિતની આઠ માંગણી કરવામાં આવી છે જે અંગે માહિતી આપવામાં આવી હતી.
Latest Stories